સમગ્ર ગુજરાત રાજય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19ના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સામે આવેલ છે. જે અન્વયે ખંભાળીયાના હનુમાન મંદીર પાસે, પ્રિન્સ જનરલ સ્ટોરની સામે તુલસી પાર્ક સોસાયટી અને દ્વારકા તાલુકાના નાથા કુવા શેરી જલિયાણ ફાઈટ્સ 103, ભથાણ ચોક બરફ કારખાના પાસે, મંદીર ચોક, ફુલેકા શેરી અને સિધ્ધિનાથ મંદીર પાસે તેમજ ન્યુ જે 2-4 મીઠાપુર, નવા સ્લેટ – 40 અને એન.એ.સી.પી. – બી.એસ. એફ. ક્વાર્ટર મોજપ વિસ્તારમાં કુલ 9 ઘરોમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ ઉપરાંત ખંભાળીયા તાલુકામાં કુમાર ઠોસાની બાજૂમાં શારદા સિનેમા રોડ-નવાપરા, મધુવન સ્કુલ સામે વાડી વિસ્તાર-ઠાકર શેરડી અને ભાણવડ તાલુકામાં ભાણેશ્વરમંદીર પાસે, પોલીસ લાઈન પાછળનો વિસ્તાર, મેસાવા રોડ -વાડી વિસ્તાર, હરસિધ્ધી નગર, રામેશ્વર પ્લોટ, ગરાસ વાડી વિસ્તાર, ધાંચી શેરી, પટેલ નગર-એસ.ટી.પાછળ, મોટું ફળી-સઈ દેવળીયા વિસ્તાર ભાણવડ તેમજ દ્વારકા તાલુકામાં બહુમાળી બિલ્ડીંગ-વિરમેશ્વર, મહેશ્વરી પાન પાસે-અંબુજાનગર, મહેશ્ર્વરી ભવનની બાજૂમાં-આદિત્ય રોડ અને ત્રણ માળીયા-વ્રજધામ દ્વારકા વિસ્તારમાં કુલ 16 ઘરોમાં તા. 25 જાન્યુઆરીના રાત્રિના 12 વાગ્યા સુધી જાહેરનામાની અમલવારી કરવાની રહેશે.
આ જાહેરનામાં અન્વયે ઉપરોક્ત વિસ્તારને કોવિડ-19 કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ અને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ તથા તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ગાઈડલાઈન એસ.ઓ.પી. અનુસાર આરોગ્ય ટીમ દ્વારા 100 ટકા થર્મલ સ્ક્રીનીં, કોન્ટેક્ટ ટ્રેસીંગ, હાઈસ-ટુ-હાઉસ સર્વેલન્સ કરવાનું રહેશે અને સબંધિત પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા આ સિવાય અન્ય તમામ રસ્તાઓ યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરી આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. ક્ધટેનમેન્ટ જાહેર કરેલ વિસ્તારમાંથી મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓની સપ્લાય સાથે સંકળાયેલ પાસ ઘારકો સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર અવર-જવર કરી શકશે નહીં.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં Containment Zone જાહેર કરવામાં આવેલ વિસ્તારમાં ભારત સરકારના Containment Zone પ્લાનની ગાઈડલાઈન અને આ જાહેરનામાની અમલવારી તા. 23/01/2022 (દિન-14)ના 24 કલાક સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.