Monday, December 23, 2024
Homeબિઝનેસચોમાસાની સારી પ્રગતિ અને દેશની ઔદ્યોગિક - આર્થિક પ્રવૃતિમાં વેગ પકડાતાં ભારતીય...

ચોમાસાની સારી પ્રગતિ અને દેશની ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિમાં વેગ પકડાતાં ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૬૯.૭૩ સામે ૫૨૮૦૧.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૬૧૧.૯૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૬.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૪.૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૯૦૪.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૩૩.૮૦ સામે ૧૫૮૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૭૭.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૫૮.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારા સાથે અમેરિકી શેરબજારમાં ગઈકાલે ઘટાડા પાછળ આજે એશીયાના બજારોમાં સાવચેતીમાં નરમાઈએ ભારતીય શેરબજારમાં પણ આરંભમાં નરમાઈ જોવાયા બાદ સ્થાનિકમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવતાં ભારતમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વેગ પકડાતાં ફંડો, મહારથીઓએ ફરી ઓલ રાઉન્ડ તેજી કરીને ભારતીય શેરબજારને વિક્રમી ઊંચાઈ તરફ કૂચ કરાવી હતી.

- Advertisement -

ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણ અત્યંત ઘટી આવતાં દેશની આર્થિક ગતિવિધિને મળી રહેલા વેગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પણ પ્રવૃતિ વધી રહી હોઈ ફંડોએ આજે શેરોમાં ફરી તેજી કરી હતી. સંસદના ચોમાસુ સત્રમાં ૨૩ ખરડા રજૂ થવાના હોઈ એમાં વિવિધ સુધારાનો સમાવેશ હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસને વેગ મળવાની અપેક્ષાએ ફંડોની આજે શેરોમાં લેવાલીએ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સામાન્ય વધઘટ સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૪૪ અને વધનારની સંખ્યા ૧૭૯૭ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાં વર્ષ ૨૦૨૧માં જોરદાર ઘટયા બાદ ભારતનું અર્થતંત્ર તબક્કાવાર સુધરી રહ્યું છે. દેશના અર્થતંત્રમાં તબક્કાવાર રિકવરીને પગલે વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સે ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- જાહેર કરીને સ્ટેબલ આઉટલુક જાળવી રાખ્યું છે અને દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સામાન્ય બની રહી હોવાનું તથા વેક્સિનેશનમાં પ્રગતિને ધ્યાનમાં રાખતા નાણાં વર્ષ ૨૦૨૨માં ભારતનો આર્થિક વિકાસ દર ૯.૫૦% રહેવાની ધારણાં વ્યક્ત કરી છે. નાણાં વર્ષ ૨૦૨૨ના પાછલા ૬ મહિનાથી તથા તે પછીના વર્ષમાં ભારતની રિકવરી ગતિ પકડશે  જે તેની એકંદર ક્રેડિટ પ્રોફાઈલને સ્થિર કરવામાં મદદ કરશે. 

સરકારે કેટલાક મજબૂતીકરણના પગલાં લીધા હોવા છતાં તેની રાજકોષિય ખાધ ઊંચી જળવાઈ રહેશે. જો કે ભારતની મજબૂત વિદેશ સ્થિતિ ઊંચી ખાધ અને દેવાના પ્રમાણ સાથે જોડાયેલા જોખમોને હળવા કરવામાં મદદ કરશે. ભારતને અપાયેલા સોવેરિન ક્રેડિટ રેટિંગ્સ, ભારતનો આર્થિક વિકાસ દર લાંબા ગાળાની  સરેરાશ કરતા ઊંચો હોવાનું સૂચવે છે. એટલું જ નહીં તેની વિદેશની સ્થિતિ પણ મજબૂત હોવાના સંકેત આપે છે.

તા.૧૫.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૪.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૫૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૮૮૮ પોઈન્ટ થી ૧૫૯૦૯ પોઈન્ટ ૧૫૯૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૪.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૭૨૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૮૦૮ પોઈન્ટ થી ૩૫૯૭૦ પોઈન્ટ, ૩૬૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૭૧૨ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૪ થી રૂ.૧૭૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૫૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૯૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૫૪ ) :- રૂ.૧૦૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૯ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૮૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૭૯ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૩ થી રૂ.૮૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૮૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૦૮ થી રૂ.૧૭૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૫૯૫ ) :- રૂ.૧૬૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૩૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૨૪૫ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૭૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૬૯૭ ) :- ૭૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૭૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular