Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઇન્ડોનેશિયાની જેલમાં આગ લાગતા 41 કેદીના મૃત્યુ, જુઓ વિકરાળ આગનો video

ઇન્ડોનેશિયાની જેલમાં આગ લાગતા 41 કેદીના મૃત્યુ, જુઓ વિકરાળ આગનો video

1200 કેદીઓની ક્ષમતા વાળી જેલમાં 2000થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા હતા

ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાની જેલમાં આજે વિકરાળ આગ ફાટી નીકળી જેના પરિણામે 41 જેટલા લોકોના મૃત્યુ થયા છે. અને દાઝેલી હાલતમાં 39 જેટલા કેદીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  જેલના સી બ્લોકમાં આગ ફાટી નીકળી હતી. જેમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવામાં આવ્યા હતા. આ બ્લોકમાં 122 કેદીઓ હતા.

- Advertisement -

જકાર્તાની હદમાં આવેલી ટેન્ગેરીન જેલમાં ડ્રગ્સના આરોપીઓને રાખવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જેલની ક્ષમતા 1200 કેદીઓની હતી, પરંતુ તેમાં 2 હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા હતા. બ્લોક C જ્યાં આગ લાગી હતી તે 122 કેદીઓથી ભરેલો હતો. આગ લાગ્યાના થોડા કલાકો બાદ આગ કાબૂમાં આવી હતી. તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

દુર્ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળે છે કે અગ્નિશામકો આગની ભીષણ જ્વાળાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી આઠની હાલત નાજુક છે. તેઓ કહે છે કે આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular