Sunday, January 12, 2025
Homeરાજ્યગુજરાતહવાઇ માર્ગે અમદાવાદ આવતાં 50 જેટલા મુસાફરો રઝળી પડયા

હવાઇ માર્ગે અમદાવાદ આવતાં 50 જેટલા મુસાફરો રઝળી પડયા

નાગપુરથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફલાઇટે ટેક્નિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ

- Advertisement -

નાગપુરથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફલાઇટે ટેક ઓફ કર્યા બાદ ટેક્નિકલ ખામી સર્જાતા નાગપુર એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. ફલાઇટ કેન્સલ થતાં અમદાવાદ આવતાં 50 જેટલા મુસાફરો રઝળી પડયા હતાં. મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું હતું. જ્યારે કેટલાંકને બીજા દિવસની ટિકિટ કરી આપવામાં આવી હતી. બીજી તરફ આ જ ફલાઇટ અમદાવાદથી જયપુર જવાની હતી. કેન્સર થતાં 40 જેટલા મુસાફરોને અદાવાદ એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.

- Advertisement -

નાગપુર એરપોર્ટ પરથી ઇન્ડિગોની ફલાઇટ નં. 6ઇ7169 અમદાવાદ તરફ આવવા માટે શનિવારે સાંજે 6:58 કલાકે ટેક ઓફ થઇ હતી. ગણતરીની મિનિટોમાં ટેકિનકલ ખામી સર્જાતા નાગપુર એરપોર્ટ પર લેન્ડ કરાયું હતું. 50 જેટલા મુસાફરો અટવાયા હતાં. કેટલાંકને બીજા દિવસની ટિકિટ કરાવાઇ હતી. તો કેટલાંકને રિફંડ અપાયું હતું. આ ફલાઇટ અમદાવાદ ન આવતાં અમદાવાદ-જયપુર ફલાઇટ રદ્ કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular