જામનગર શહેરમાં ખોડિયારનગર વિસતારમાંથી સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા દુકાનમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઇ કુલ રૂા.9,850ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગર પાછળ ખોડિયારનગરમાં રહેતો મનોજ ઉર્ફે મુન્નો બાબુભાઇ સિહોરા નામનો શખ્સ તેની દુકાનમાં દેશી દારૂ બનાવી વેચતો હોવાની સીટી-સીના પો.કો મહેન્દ્રસિંહ જાડેજા તથા વિજયભાઇ કારેણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સીના પીઆઇ કે.એલ.ગાધે પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો.ફેજલભાઇ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, જાવેદભાઇ વજગોળ, પો.કો.ખિમસીભાઇ ડાંગર, વિજયભાઇ કાનાણી, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ કારેણા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઇ શર્મા દ્વારા રેઇડ દરમ્યાન આરોપી મનોજ ઉર્ફે મુન્નો બાબુભાઇ સિહોરા નામના શખ્સને રૂા.500ની કિંમતના 25 લિટર દેશીદારૂ, રૂા.2,450ની કિંમતનો 1225 લિટર દેશી દારૂ બનાવવાનો હાથો તથા રૂા.6,900ની કિંમતની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા.9,850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.