Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સબીજા વન-ડે માં ભારતની શરણાગતિ

બીજા વન-ડે માં ભારતની શરણાગતિ

- Advertisement -

બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને દસ વિકેટે શરમજનક પરાજય આપ્યો હતો અને ભારત માટે વધારે આઘાતજનક વાત એ હતી કે ભારતે આપેલો 117 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ ફક્ત 11 ઓવરમાં વિના વિકેટે 121 રન કરી જીતી લીધો હતો. આમ ઓસ્ટ્રેલિયાએ ફક્ત 66 બોલમાં જ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ 30 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 51 રન કરી અણનમ રહ્યો હતો. જ્યારે મિચેલ માર્શ 36 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 66 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતના કોઈપણ બોલરને તક જ મળી ન હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતીય ટીમ 26 ઓવરમાં ફક્ત 117 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને ઓલઆઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ઓસ્ટ્રેલિયાના સ્ટ્રાઇક બોલર મિચેલ સ્ટાર્કે ભજવી હતી. તેણે 53 રન આપી પાંચ વિકેટ ઝડપતા ભારતની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. સ્ટાર્કે પહેલા સ્પેલમાં જ ભારતની ચાર વિકેટ ઝડપી હતી. સ્ટાર્કના સ્વિન્ગ થઈને પ્રતિ કલાક 145 કિ.મી.ની ઝડપે અંદરઆવતા બોલનો સામનો કરી શકવામાં ભારતીય બેટસમેનો નિષ્ફળ સાબિત થયા હતા, તેથી જ તેઓ લેગબીફોર થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular