Monday, December 23, 2024
Homeબિઝનેસઉભરતાં માર્કેટ્સમાં ભારતનું મુખ્ય સ્થાન

ઉભરતાં માર્કેટ્સમાં ભારતનું મુખ્ય સ્થાન

ઓગસ્ટમાં FPI દ્વારા ભારતમાં રૂા.164 અબજનું રોકાણ : મોટા ભાગનું રોકાણ ડેટ સેગમેન્ટમાં

- Advertisement -


ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સએ ઓગસ્ટ 2021માં ભારતીય મૂડીબજારમાં ચોખ્ખું રૂા.16,459 કરોડનું રોકાણ કર્યું હતું. જો કે તેમાંનું મોટાભાગનું રોકાણ ડેટ સેગમેન્ટમાં કરવામાં આવ્યું છે. ઇકિવટીમાં એફપીઆઇનું રોકાણ ફકત રૂા.2082.94 કરોડ રહ્યું જેની સામે રૂા. 14,376.2 કરોડનું રોકાણ ડેટ સેગમેન્ટમાં નોંધાયું હતું. આ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં ડેટ સેગમેન્ટમાં આ સૌથી વધારે રોકાણ છે. ડેટમાં એફપીઆઇનું વધારે રોકાણ આવવાનું મોટું કારણ ભારત અને અમેરિકામાં બોન્ડ યિલ્ડની વચ્ચે સ્પ્રેડ વધ્યો છે. અમેરિકાના 10 વર્ષના બોન્ડની યિલ્ડ 1.30 ટકાથી પણ નીચે છે અને ભારતના 10 વર્ષના બોન્ડની યિલ્ડ 6.2 ટકાથી પણ વધારે થઇ ગઇ છે. વળી આ સાથે રૂપિયામાં મજબૂતી આવતાં હેજિંગના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત ફેડ રિઝર્વે રેટ્સ નહીં વધારવાનો સંકેત આપ્યો છે. અત્રે નોંધનીય છે કે જુલાઇમાં એફપીઆઇએ રૂા.7273 કરોડનુંચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે.

દરમિયાન સપ્ટેમ્બરના પ્રારંભના ત્રણ ટ્રેડિંગના સેશનમાં એફપીઆઇએ દેશના એફપીઆઇએ દેશના ઇકિવટી અને ડેટ સેગમેન્ટમાં રૂા.7,768.32 કરોડનું રોકાણ કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, માર્કેટમાં તેજી અને તેનો ફાયદો ઉઠાવવાના પ્રયાસ તરીકે એફપીઆઇ ઓગસ્ટના અંતે ઇકિવટી તરફ પરત ફર્યા છે. વૈશ્ર્વિક સ્થિતિ પણ તેની તરફેણમાં છે.

દેશમાં વેક્સિનેશનની ઝડપ વધી છે અને જુલાઇમાં જીઅસેટી કલેકશનના આંકડા પણ સારા આવ્યા છે. આ ઉપરાંત મર્ચન્ડાઇઝ ટ્રેડ વધવાથી માર્કેટ સેન્ટિમેટ મજબૂત થયું છે. ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ પોતાના જોખમને ઘટાડવા માટે ઊભરતા માર્કેટસમાં રોકાણ વધારી રહ્યા છે અને આ માર્કેટસમાં ભારતું મુખ્ય સ્થાન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular