Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોલકાત્તામાં દેશની પહેલી અંડરવોટર મેટ્રોનો પ્રારંભ

કોલકાત્તામાં દેશની પહેલી અંડરવોટર મેટ્રોનો પ્રારંભ

પ્રધાનમંત્રી મોદીએ કર્યું ઉદઘાટન : મેટ્રોમાં મુસાફરો સાથે કરી સફર : પાણીથી 13 મીટર નીચે ટનલમાં દોડશે મેટ્રો

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું. આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના સ્તરથી 13 મીટર નીચે બાંધવામાં આવેલા ટ્રેક પર દોડશે.1984માં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકાતા નોર્થ-સાઉથ કોરિડોર (બ્લુ લાઇન)માં દોડી હતી. 40 વર્ષ બાદ દેશની પહેલી અંડરવોટર મેટ્રો રેલ ફરી એકવાર અહીંથી દોડશે.

- Advertisement -

આ માટે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે માત્ર 45 સેક્ધડમાં આ ટનલ પાર કરશે. તેનાથી હાવડા અને કોલકાતાની કનેક્ટિવિટી સુધરશે. દરરોજ 7થી 10 લાખ લોકોની મુસાફરી સરળ બનશે.

1984માં દેશની પ્રથમ મેટ્રો ટ્રેન કોલકતા નોર્થ-સાઉથ કોરિડોર (બ્લુ લાઇન)માં દોડી હતી. 40 વર્ષ બાદ દેશની પહેલી અંડરવોટર મેટ્રો રેલ ફરી એકવાર અહીંથી દોડશે. આ મેટ્રો જમીનથી 33 મીટર નીચે અને હુગલી નદીના પટથી 13 મીટર નીચે દોડશે.

- Advertisement -

આ માટે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે માત્ર 45 સેક્ધડમાં આ ટનલ પાર કરશે. તેનાથી હાવડા અને કોલકતાની કનેક્ટિવિટી સુધરશે. દરરોજ 7 થી 10 લાખ લોકોની મુસાફરી સરળ બનશે.

સૈયદ મોહમ્મદ, ડિરેક્ટર (પ્રોજેક્ટ અને પ્લાનિંગ), કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન. જમીલ હસનનું કહેવું છે કે, 2010માં આ ટનલ બનાવવાનો કોન્ટ્રાક્ટ અરભજ્ઞક્ષત કંપનીને આપવામાં આવ્યો હતો. એફકોન્સે જર્મન કંપની હેરેનકનેક્ટ પાસેથી ટનલ બોરિંગ મશીનો મેળવ્યા. એફકોનના કર્મચારીની પુત્રીઓના નામ પરથી મશીનોને પ્રેરણા અને રચના નામ આપવામાં આવ્યું છે.

- Advertisement -

આ પ્રોજેક્ટના બે સૌથી મોટા પડકારો હતા. પહેલો ખોદકામ માટે યોગ્ય માટીની પસંદગી અને બીજું, ટીબીએમની સલામતી. કોલકાતામાં દર 50 મીટરે વિવિધ પ્રકારની માટી જોવા મળે છે. ટનલ માટે યોગ્ય સ્થળની ઓળખ કરવા માટે માટી સર્વેક્ષણમાં 5-6 મહિનાનો સમય વિત્યો હતો. ત્યારબાદ, 3 થી 4 સર્વેક્ષણો પછી, નિર્ણય લેવામાં આવ્યો કે હાવડા બ્રિજ પાસે હુગલી નદીના બેડથી 13 મીટર નીચે જમીનમાં ટનલ બનાવી શકાય.

કેટલાક પાણીની અંદરના મેટ્રો માર્ગો પૂર્વ-પશ્ચિમ કોરિડોર (ગ્રીન લાઇન)નો ભાગ છે. તેમાંથી હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધીનો 4.8 કિમીનો માર્ગ તૈયાર છે. તેમાં 4 ભૂગર્ભ સ્ટેશન છે – હાવડા મેદાન, હાવડા સ્ટેશન, મહાકરણ અને એસ્પ્લેનેડ. હાવડા સ્ટેશન જમીનથી 30 મીટર નીચે બનેલ છે. આ વિશ્વનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે. હાલમાં, અંડરવોટર મેટ્રો રૂટ ફક્ત લંડન અને પેરિસમાં જ બનાવવામાં આવ્યા છે.

ફરીથી ગોઠવણી પછી TBM એ 2017 માં પાણીની નીચે ટનલ બનાવવાનું શરૂ કર્યું. હુગલીની નીચે ટનલનું ખોદકામ 125 દિવસમાં પૂરું કરવાનું હતું, પરંતુ તે 67 દિવસમાં પૂરું થયું. 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ ટીબીએમ ચાંડી સિયાલદાહથી લગભગ અડધો કિલોમીટર દૂર હતું ત્યારે તે એક મોટા પથ્થર સાથે અથડાયું હતું. જેના કારણે સુરંગમાં મોટા પાયે માટી ભરાઈ ગઈ હતી અને બહુ બજારની ઘણી ઈમારતોને નુકસાન થયું હતું. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. સેંકડો પરિવારોને હોટલોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. હાઇકોર્ટે કામ અટકાવ્યું હતું. જ્યારે થોડા મહિનાઓ સુધી કોઈ ઘટાડો થયો ન હતો, ત્યારે ફેબ્રુઆરી 2020 માં ફરીથી કામ શરૂ થયું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular