Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

- Advertisement -

ગત સપ્તાહે શરૂઆતી તબક્કામાં વિદેશી ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં નવી લેવાલી ચાલુ રહેતાં અને વૈશ્વિક બજારોના સુધારા પાછળ ફોરેન ફંડો દ્વારા નવી લેવાલી હાથ ધરાતા બીએસઇ સેન્સેક્સે ૬૦,૫૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૧૦૦ પોઈન્ટની મહત્વની સપાટી કૂદાવી હતી, જો કે અમેરિકામાં મોંઘવારીના આંકડા જાહેર થતાં મોંઘવારી અપેક્ષા કરતા વધારે આવતા ફેડરલ રિઝર્વ આવતા દિવસોમાં ફરી આક્રમક રીતે વ્યાજ દર વધારશે એવી અપેક્ષાએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં વિદેશી રોકાણકારોનો ફલો જળવાઈ રહેવાની ગણતરી સાથે ઊભરતી બજારોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાનું જોવા મળી રહ્યું છે, છતાં વિદેશી ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં સતત નવી લેવાલી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા દરેક ઉછાળે સાવચેતી યથાવત જોવા મળી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

રશિયા – યુક્રેન યુદ્ધની અસર, ઊંચા ફુગાવા તથા સખત વૈશ્વિક નાણાંકીય સ્થિતિ જેવા પ્રતિકૂળ પરિબળો  છતાં ભારતની આર્થિક રિકવરી ટકી રહેશે એમ એમ જણાવી મૂડી’સ દ્વારા ભારત માટેના તેના સોવેરિન રેટિંગને સ્ટેબલ આઉટલુક સાથે બીએએ૩ જાળવી રખાયું છે. નીચી માથા દીઠ આવક તથા સરકારનો દેવાબોજ ક્રેડિટ  સામેના મુખ્ય પડકારો રહેલા છે. ભારત પાસે ઊંચી માત્રામાં કેપિટલ બફર છે અને વ્યાપક પ્રમાણમાં લિક્વિડિટી ધરાવે છે આને કારણે અર્થતંત્ર તથા નાણાં વ્યવસ્થા વચ્ચેના નેગેટિવ ફીડબેકના જોખમ ઘટી રહ્યા હોવાનું એજન્સીએ તેના  રિપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું. મૂડીના જંગી બફર તથા વ્યાપક લિક્વિડિટીને કારણે ભારતની બેન્કો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ દેશ સામે અગાઉની ધારણાં કરતા ઓછું જોખમ ધરાવે છે. મૂડીના જંગી બફર તથા વ્યાપક લિક્વિડિટીને કારણે ભારત હાલમાં કોરોનાની અસરમાંથી બહાર નીકળી આર્થિક રિકવરી કરી રહ્યું છે.

ભારતનો આર્થિક વિકાસ દર પોતાની અપેક્ષા કરતા વધુ આવશે તો મૂડી’સ તેના રેટિંગ્સમાં કદાચ વધારો કરશે. જો કે આ માટે ખાનગી ક્ષેત્રના ઈન્વેસ્ટમેન્ટમાં સ્થિર વધારો થવો જરૂરી છે. એક તરફ ભારતના રેટિંગ્સને જાળવી રખાયું છે ત્યારે બીજી કેટલીક રિસર્ચ પેઢીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષમાં દેશની ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની ધારણાં મૂકવામાં આવી છે. રિસર્ચ પેઢી નોમુરાના એક અહેવાલ પ્રમાણે વર્તમાન નાણાં વર્ષના અંતે ખાધ વધીને ૩.૫૦% રહેશે જે ગયા નાણાં વર્ષમાં ૧.૨૦% હતી. આ અગાઉ નોમુરાએ ખાધ જીડીપીના ૩.૩૦% રહેવા ધારણાં મૂકી હતી. વૈશ્વિક આર્થિક મંદી ભારતની વેપાર સમતુલાને બગાડી નાખશે. આયાત તથા નિકાસ બન્નેની ગતિ ધીમી પડી છે, પરંતુ નિકાસમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી નિકાસ પર અસર કરશે જેને કારણે વેપાર ખાધ ઊંચે જશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વર્તમાન નાણાં વર્ષમાં ઓગસ્ટ સુધીના ગાળામાં વેપાર ખાધની માસિક સરેરાશ ૨૬ અબજ ડોલર રહી છે, જે ગયા નાણાં વર્ષમાં ૧૬ અબજ ડોલર રહી હતી.

- Advertisement -

મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૬,૫૯૯.૨૩ કરોડની ખરીદી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૧૦૫૪૬.૯૩ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૨માં અંદાજીત રૂ.૭૦૬૮.૬૩ કરોડની વેચવાલી તેમજ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ. ૨૯૬૯.૯૩ કરોડની વેચવાલી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જૂન ૨૦૨૨માં અંદાજીત રૂ.૫૮,૧૧૨.૩૭ કરોડની વેચવાલી, જુલાઇ ૨૦૨૨માં અંદાજીત રૂ.૬૫૬૭.૭૧ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૨માં અંદાજીત રૂ.૨૨૦૨૫.૬૨ કરોડની ખરીદી તેમજ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૫૧૭૬.૦૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ એટલે કે ફુગાવો સાધારણ ઘટીને ૮.૩% રહ્યો હતો જે જુલાઇ માસમાં ૮.૫% અને જુનમાં ૯.૧% હતો. ફુગાવો હજી પણ ૪૦ વર્ષની ઊંચી સપાટીએ રહેતાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૦.૭૫% સુધીનો આકરો વધારો કરશે તેવી ભીતિ સેવાય છે. હાલમાં જ યુરોપીયન સેન્ટ્રલ બેન્કએ પણ અત્યાર સુધીનો સૌથી વધુ ૦.૭૫%નો વધારો કર્યો હતો. સ્થાનિક સ્તરે પણ જુલાઈ માસની સરખામણીએ ઓગસ્ટનો ફુગાવો ઊંચો આવતા રિઝર્વ બેન્કની ચિંતામાં વધારો થયો છે અને વર્તમાન મહિનાના ૨૮ થી ૩૦ સપ્ટેમ્બરના રોજ મળી રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં અંદાજીત ૩૫ થી ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો થવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. ફુગાવાને કાબુમાં લેવા તાજેતરમાં લેવાયેલા પગલાં ટૂંકા પડી રહ્યાનો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.

વર્તમાન વર્ષના મે માસથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં અંદાજીત ૧૪૦ બેઝિસ પોઈન્ટ વધારી ૫.૪૦% સુધી લઈ ગઈ છે. વર્તમાન વર્ષના અંત સુધીમાં  રેપો રેટ ૬% સુધી જવાની અપેક્ષા રાખી રહ્યા છે. રેપો રેટમાં સતત વધારા છતાં ફુગાવો ફરી ઊંચે જતા રિઝર્વ બેન્ક આશ્ચર્ય થયું છે અને વ્યાજ દર વધારવાની કવાયત નિષ્ફળ જવાની ચિંતા ઊભી થઈ છે. અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષા કરતા ઉંચા જાહેર થતાં ૨૦ – ૨૧ સપ્ટેમ્બરની ફેડરલ આગામી બેઠકમાં વ્યાજદર વધારો કરશે તેવી સંભાવના પ્રબળ થતાં પરિણામે સ્થાનિક સ્તરે પણ રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે તે નિશ્ચિત છે. ઉપરાંત અમેરિકાના અર્થતંત્ર અંગે જે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તેવી જ અનિશ્ચિતતા વિદેશી રોકાણકારોની ખરીદી – વેચાણ અંગે છે. જેને જોતાં આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 17560 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 17676 પોઇન્ટના પ્રથમ અને 17808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 17474 પોઇન્ટથી 17303 પોઇન્ટ, 17170 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 17808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 40850 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 41008 પોઇન્ટના પ્રથમ અને 41404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 40404 પોઇન્ટથી 40272 પોઇન્ટ, 40088 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 41404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એચસીએલ ટેક્નોલોજી ( 885 ) :- ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.874 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.860 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.903 થી રૂ.913 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.920 ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) એક્સિસ બેન્ક ( 779 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.763 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.744 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.794 થી રૂ.800 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) લુપિન લિ. ( 637 ) :- રૂ.616 નો પ્રથમ તેમજ રૂ.606 ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.653 થી રૂ.660 સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

) વેદાંતા લિ. ( 285 ) :- મેટલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.296 થી રૂ.303 ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.273 નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઈન્ડિયા સિમેન્ટ ( 257 ) :- રૂ.244 નો પ્રથમ તેમજ રૂ.230 ના સ્ટોગ સપોર્ટથી સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.272 થી રૂ.280 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

૬) એલટી ફૂડ્સ ( 98 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.90 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.109 થી રૂ.113 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ભારત ગીયર્સ ( 233 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.224 ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.248 થી રૂ.260 ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) કેમબોન્ડ કેમિકલ્સ ( 190 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્પેશિયલીટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.183 આસપાસ રોકાણકારે રૂ.202 થી રૂ.212 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.170 સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ઇન્ફોસિસ લિમિટેડ ( 1381 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1330 ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.1404 થી રૂ.1414 નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) સિપ્લા લિમિટેડ ( 1046 ) :- આ સ્ટોક રૂ.1030 નો પ્રથમ તેમજ રૂ.1017 ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1064 થી રૂ.1070 સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( 770 ) :- 950 શેરનું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.757 નો પ્રથમ તેમજ રૂ.744 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.784 થી રૂ.790 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 2504 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2570 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2606 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2488 થી રૂ.2470 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2630 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 912 ) :- રૂ.933 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.940 ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.898 થી રૂ.887 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.949 ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સન ફાર્મા ( 872 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.888 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.898 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.860 થી રૂ.848 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.909 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) મેન ઈન્ડસ્ટ્રીઝ ( 90 ) :- આયર્ન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.97 થી રૂ.107 ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.83 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઈમામી રિયલ્ટી ( 86 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.77 ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.93 થી રૂ.99 સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ ( 60 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.55 નો પ્રથમ તેમજ રૂ.51 ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હેવી ઈલેક્ટ્રિકલ્સ ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.64 થી રૂ.72 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) મદ્રાસ ફર્ટિલાઈઝર્સ ( 53 ) :- રૂ.46 આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.57 થી રૂ.62 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.62 ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ 17170 થી 17808 પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular