Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સહોકી વર્લ્ડકપ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું

હોકી વર્લ્ડકપ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું

ન્યુઝીલેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો 4-5થી પરાજય

- Advertisement -

ભારતનો ન્યુઝીલેન્ડ સામેની પ્રિ-ક્વાર્ટર ફાઈનલના સડનડેથ પેનલ્ટી શૂટઆઉટમાં 4-5થી પરાજય થયો હતો. આ સાથે ભારત ઘરઆંગણે ચાલી રહેલા હોકી વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું હતુ. હાઈવોલ્ટેજ મુકાબલામાં એક તબક્કે ભારતને 3-1ની સરસાઈ મળી હતી. જોકે ન્યુઝીલેન્ડે જબરજસ્ત કમબેક કરતાં મેચમાં 3-3થી બરોબરી મેળવી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી નિર્ણય લેવાયો હતો. જેમાં પણ પાંચ પેનલ્ટી બાદ બંને ટીમ 3-3થી બરોબરી પર રહી હતી. આખરે સડન ડેથ એટલે કે જ્યાં સુધી કોઈ વિજેતા ન બને ત્યાં સુધી એક-એક પેનલ્ટી લેતા રહેવાનો નિયમ અમલી બન્યો હતો. જેમાં છેક ચોથી અને કુલ મળીને નવમી પેનલ્ટી પર ભારત હાર્યું હતુ. સડન ડેથમાં ભારતીય ગોલકિપર શ્રીજેશ નીક વૂડની પેનલ્ટી અટકાવવામાં ઈજાગ્રસ્ત બન્યો હતો. આ કારણે ભારતે તેના સ્થાને ક્રિશ્ના પાઠકને ગોલકિપર તરીકે ઉતાર્યો હતો. ન્યુઝીલેન્ડ પહેલી પેનલ્ટી ચૂક્યું હતુ. જે પછી હરમનપ્રીતને વિજયી ગોલ સાથે ભારતને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ અપાવવાની ગોલ્ડન તક હતી, જે તે ચૂકી ગયો હતો. આ પછી સડન ડેથની બીજી અને કુલ સાતમી પેનલ્ટી પર બંને ટીમના ગોલ થયા હતા. જ્યારે ત્યાર બાદ બંને ટીમો ગોલ ચૂકી હતી. આખરે કુલ નવમી અને સડન ડેથની ચોથી પેનલ્ટી પર લેનના પ્રયાસ પર પાઠકે બોલને અટકાવ્યો હતો. જોકે રિબાઉન્ડ થયેલા બોલને લેને પાછો ગોલમાં મોકલી આપતાં ન્યુઝીલેન્ડને સરસાઈ અપાવી હતી. આ પછી મેચને બરોબરી પર લાવવા શમશેર સિંહે ગોલ ફટકારવાનો હતો. જોકે ન્યુઝીલેન્ડના ગોલકિપર હેવર્ડે તેની પેનલ્ટીને અટકાવી હતી. અલબત્ત, નિયમ ભંગ થયો હોવાથી અમ્પાયરે આ પેનલ્ટીને રિ-ટેક કરાવી હતી. જોકે તેમાં પણ શમશેેર ગોલ કરી શક્યો નહતો અને ભારત હારીને બહાર ફેંકાયું હતુ.ભારતે મેચમાં લલિત કુમાર ઉપાધ્યાય, હરમનપ્રીત અને રાજકુમારના ગોલને કારણે એક તબક્કે 3-1થી લીડ મળી હતી. જોકે સામ લેન બાદ કેન રસેલ અને ફિન્ડલેએ ગોલ નોંધાવતા મેચમાં 3-3થી બરોબરી મેળવી હતી. ભારતે આખરી ક્વાર્ટરમાં ગોલકિપર તરીકે શ્રીજેશના સ્થાને ક્રિશ્ન પાઠકને ઉતાર્યો હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટ યોજાયું હતુ. જેમાં શરુઆતના બંને પ્રયાસ પર બંને ટીમે ગોલ કરતાં સ્કોર 2-2 થયો હતો. ત્રીજી પેનલ્ટી પર અભિષેક ચૂક્યો હતો અને ફિપ્સે ગોલ કર્યો હતો. ચોથી પેનલ્ટી પર શમશેર અને લેન ચૂક્યા હતા. જોકે આખરી પેનલ્ટી પર સુખજીતે ગોલ કર્યો હતો અને સામ હિહા ચૂકી જતા પેનલ્ટી શૂટઆઉટ પૂરૂ થતા બંને ટીમ 3-3થી બરોબરી પર રહી હતી. આખરે સડન ડેથની નિર્ણય લેવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular