Saturday, December 27, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતે ચીની સામગ્રીનો બહિષ્કાર કરતાં દિવાળી પર ચીનને આટલા કરોડનું નુકશાન

ભારતે ચીની સામગ્રીનો બહિષ્કાર કરતાં દિવાળી પર ચીનને આટલા કરોડનું નુકશાન

દિવાળીના તહેવાર પહેલા જ ચીનને મોટો ઝટકો લાગ્યો છે. ભારતમાં ચીનની સામગ્રીનો બહિષ્કાર થઇ રહ્યો હોવાથી આ વર્ષે તહેવારની સીઝનમાં 50 હજાર કરોડનું નુકશાન થયું છે.  ગત વર્ષથી ગ્રાહક પણ ચીની સામાન ખરીદીમાં રસ નથી લઈ રહ્યા. જેના કારણે  ભારતીય સામાનની માંગ વધવાની સંપૂર્ણ શક્યતા છે.

- Advertisement -

 કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે ચીની સામાનના બહિષ્કારથી આ વર્ષે ચીનને તહેવારની સીઝનમાં 50હજાર કરોડનું નુકશાન થયાનું અનુમાન છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયાએ કહ્યું કે કેટ રિસર્ચ શાખા દ્વારા હાલમાં અનેક રાજ્યોના 20 મુખ્ય શહેરોમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં એ તથ્ય સામે આવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય વ્યાપારિયો તથા આયાતકો દ્વારા દિવાળીના ફટકડા અને અન્ય વસ્તુઓનો કોઈ ઓર્ડર ચીનને આપવામાં આવ્યો નથી.

આ વર્ષે રક્ષાબંધનના તહેવારમાં પણ ચીનને લગભગ 5 હજાર કરોડ રુપિયાનું નુકશાન થયું હતું. ત્યારે દિવાળી પર બીજો ઝટકો લાગ્યો છે. ગયા વર્ષે પણ ચીનના ફટાકડાઓ તેમજ અન્ય વસ્તુઓનો બહિસ્કાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular