ટોક્યો પેરાલમ્પિક્સની શૂટિંગમાં ભારતીય પેરાશૂટર્સે કમાલ કરી બતાવી છે. મનીષ નરવાલે ગોલ્ડ પર કબજો કર્યો છે જ્યારે સિંહરાજે સિલ્વર જીત્યો છે. ઙ4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ એસએચ-1 ફાઈનલમાં મનીષ નરવાલે 218.2નો સ્કોર કરીને પહેલું સ્થાન મેળવ્યું છે. સિંહરાજ બીજા સ્થાને છે. રૂસી ઓલમ્પિક સમિતિના સર્ગેઈ માલિશેવએ કાંસ્ય પદક પોતાના નામે કર્યો. ભારતના મેડલ્સની સંખ્યા હવે 15 થઈ ગઈ છે.
આ બંને શૂટર્સ ફરિદાબાદના રહેવાસી છે. ક્વોલિફિકેશનમાં સિંહરાજ 536 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હતા જ્યારે મનીષ નરવાલ સાતમા સ્થાને હતા. આ સાથે જ ટોક્યો પેરાલમ્પિકમાં 19 વર્ષીય મનીષ નરવાલે ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. આના પહેલા અવનિ લખેરાએ (ઠજ્ઞળયક્ષ’ત 10ળ અશિ છશરહય જઇં1) અને સુમિત અંતિલે (ખયક્ષ’ત ઉંફદયહશક્ષ ઝવજ્ઞિૂ ઋ64) ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
આ પેરાલમ્પિકમાં 39 વર્ષીય સિંહરાજે બીજો મેડલ મેળવ્યો છે. આના પહેલા તેમને 10ળ અશિ ઙશતજ્ઞિંહ જઇં1માં કાંસ્ય મેડલ મળ્યો હતો. અવનિ લખેરા પાસે પણ 2 મેડલ છે. તે ગોલ્ડ સિવાય બ્રોન્ઝ મેડલ જીતી છે.
વર્તમાન પેરાલમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 કાંસ્ય મેડલ આવ્યા છે. આ પેરાલમ્પિકના ઈતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલમ્પિક (2016)માં ભારત 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યું હતું.