દિલ્હીમાં આયોજિત ભારત ડ્રોન મહોત્સવને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક ડ્રોનનું હબ બનવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક મહિનાઓ પહેલાં દેશમાં ડ્રોન ઉપર ઘણા બધા નિયંત્રણો હતા. પરંતુ કેન્દ્ર સરકારે આ પૈકી મોટાભાગના નિયંત્રણો હટાવી દીધા છે. ડ્રોન ઇન્ડસ્ટ્રીઝને ઉત્તેજન આપવા માટે પીએલઆઇ જેવી સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી છે. જેને કારણે ડ્રોન ઉત્પાદનની એક સશકત ઇકો સીસ્ટમ બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડ્રોન ટેકનોલોજી એક મોટી ક્રાંતિનો આધાર બની રહી છે. જેનું ઉદાહરણ છે. પીએમ સ્વામીત્વ યોજના હાલ આ યોજના અંતર્ગત દેશના ગામડાઓમાં દરેક પ્રોપર્ટીનું ડિઝીટલ મેપિક કરવામાં આવી રહ્યું છે. તેમણે કોઇનું નામ લીધા વગર ક્હ્યું કે, અગાઉના સરકારો ટેકનોલોજીને સમસ્યા સમજતી હતી. અને તેને ગરીબ વિરોધી સાબિત કરવાની કોશિશ કરવામાં આવતી હતી. પરિણામે 2014 પહેલાં ગર્વનન્સમાં ટેકનોલોજીના ઉપયોગને લઇને ઉદાસીનતાનું વાતાવરણ હતું. આજે સર્વત્ર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. ડ્રોન ટેકનોલોજીને લઇને ભારતમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે આ ઇન્ડસ્ટ્રીઝ લાંબી છલાંગ લગાવવાની તૈયારીમાં હોવાનું જણાઇ રહ્યું છે. રોજગારી ક્ષેત્રે પણ આ સેકટરમમાં મોટી સંભાવનાઓ જોવા મળી રહી છે.