Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતીયોનો ચીન વિરોધ માત્ર સોશિયલ મીડિયા પૂરતો: ધૂમ વેચાય છે ચાઇનીઝ ફોન

ભારતીયોનો ચીન વિરોધ માત્ર સોશિયલ મીડિયા પૂરતો: ધૂમ વેચાય છે ચાઇનીઝ ફોન

- Advertisement -

ચીન સાથે સીમા વિવાદને લીધે ભારતમાં ચીન-વિરોધી લહેર છે. પરંતુ આ લહેર માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહી છે. 2020માં સ્થાનિક સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીનુ વર્ચસ્વ ઘટવાને બદલે વધ્યુ છે. ગતવર્ષે ભારતીય બજારમાં 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા. જેમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓનો હિસ્સો 77 ટકા રહ્યો છે. જે 2019માં 72 ટકા હતો.

- Advertisement -

નિષ્ણાતો માને છે કે, દેશ આ વર્ષે ફાઇવ-જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. ફાઇવ-જી શરૂ થવા સાથે ચીની સ્માર્ટફોન કંપનીઓનો દબદબો વધવાનો અંદાજ છે. રિસર્ચ ફર્મ કેનેલીજ અનુસાર, સીમા અંગે ભારત-ચીન રાજકીય તણાવની શાઓમી, ઓપ્પો, વીવો જેવી સ્માર્ટફોન બનાવતી ચીની કંપનીઓ પર નજીવી અને નહિંવત્ત અસર થઈ છે. ગતવર્ષે ચોથા ત્રિમાસિકમાં શાઓમીએ ભારતીય બજારમાં 1.2 કરોડ સ્માર્ટફોન વેચાયા છે.

આ સ્થિતિ મજબૂત કરતાં 27 ટકા માર્કેટ હિસ્સા સાથે ટોચ પર પહોંચી છે. સેમસંગે 92 લાખ સ્માર્ટફોન વેચ્યા છે. 22 ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે. 77 લાખ સ્માર્ટફોન વેચી ત્રીજા સ્થાને છે. ઓપ્પો 55 લાખ સ્માર્ટફોન વેચી રેન્કિંગ સુધારતા ચોથા ક્રમે પહોંચી છે. રિયલમી 51 લાખ સ્માર્ટફોન વેચી પાંચમા ક્રમે રહી છે.

- Advertisement -

કેનેલીઝના રિસર્ચ એનાલિસ્ટ વરૂણ કન્નને જણાવ્યુ હતુ કે, ભારતના સ્માર્ટફોન માર્કેટના વર્ચસ્વમાં છેલ્લો ફેરફાર થ્રી-જીમાંથી ફોર-જી ટેક્નોલોજી અપનાવી ત્યારે થયો હતો. શાઓમી સેમસંગને બીજા સ્થાને ધકેલી ટોચનુ સ્થાન હાંસિલ કર્યુ હતું. આ વર્ષે ફાઇવ-જી સેવા શરૂ થવાનો આશાવાદ છે. ચીની કંપનીઓ આ તકને ઝડપી લેવા તૈયાર છે. ભારત કોવિડ-19 મહામારીની અસરોમાંથી ઉગરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એકંદર 2021નો આઉટલુક વધુ સારો રહેશે.

કેનેલીઝના રિસર્ચ ડિરેક્ટર ઋષભ દોશીએ જણાવ્યુ હતુ કે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પી.એલ.આઇ.) યોજનાની રજૂઆત સાથે દેશમાં ફાઇવ-જી સેવાઓ શરૂ થવાની શક્યતા અને નવી કંપનીઓ માર્કેટમાં આવવાની સંભાવના વધી છે 2021 સુધીમાં, સમગ્ર ઉદ્યોગ જગતની ગતિવિધિઓ ઝડપથી રિકવર થશે. રોગચાળાએ લોકોના જીવનમાં કનેક્ટિવિટી અને સ્માર્ટફોનનુ મહત્વ ઘટાડ્યુ છે.

- Advertisement -

એકંદરે, ભારતનું સ્માર્ટફોન માર્કેટ ઝડપથી નવી ટેકનોલોજી અપનાવવા માટે તૈયાર છે. તે ફાઇવ-જી સ્માર્ટફોન અથવા રોલેબલ ડિસ્પ્લે સાથેનો સ્માર્ટફોન, અથવા હિયરેબલ્સ અથવા વિયરેબલ્સ જેવી કનેક્ટેડ તકનીક હોઈ શકે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular