દક્ષિણ આફ્રિકામાં તોફાનો ફાટી નીકળ્યા પછી હિંસાને ડામવા માટે 25,000 સૈનિકોને તૈનાત કરાયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાળે પાડવાનું કામ સૈન્યના જવાનોને સોંપવામાં આવ્યું હતું. 1994 પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરાયું છે.
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલમાં ગયા બાદ તોફાનો ફાટી નીકળ્યા છે.અત્યાર સુધી 72 લોકોના મોત નિપજયાં છે. તોફાનીઓએ મોલ-દુકાનોમાં તોડફોડ મચાવી લૂંટફાટ ચલાવી છે ત્યારે પોલીસ-સેનાએ સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ગોળીબાર કર્યો હતો. સ્થિતિ થાળે પાડવા માટે પોલીસની સાથે સૈન્યને પણ તૈનાત કરાયું છે.
1994 પછી પહેલી વખત હજારોની સંખ્યામાં સૈન્યના જવાનોને રસ્તા ઉપર ઉતારાયા હતા. 25,000 જવાનોને હિંસા રોકવા તૈનાત કરી દેવાયા છે. સૈનિકોને હિંસાના સ્થળોએ પહોંચાડવા માટે હેલિકોપ્ટર્સ, આર્મી વાહનોનો ઉપયોગ કરાયો હતો. તોફાનો ફાટી નીકળ્યા છે એ વિસ્તારોમાં ઠેર-ઠેર સૈનિકો ગોઠવાઈ જતાં સ્થિતિ થાળે પડે તેવી આશા બંધાઈ છે.હિંસક તોફાનોમાં કેટલાંય ગુજરાતીઓને ય નિશાન બનાવવામાં આવ્યા છે.
4અનુ. પાના નં. 6 ઉપર
દક્ષિણ આફ્રિકાની હિંસામાં ભારતીયો બની રહ્યાં છે ટાર્ગેટ
હિંસા ડામવા 25000 સૈનિકો તૈનાત કરાયા : હિંસા વકરતાં ગુજરાત સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં