એથેન્સમાં યોજાયેલા U-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિનશીપ 2025 માં ભારતીય મહિલા કુસ્તીબાજો એ કર્યુ પ્રભાવશાળી પ્રદર્શન. જેમાં રચના પરમારે ફાઈનલમાં ચીની ખેલાડીને 3-0 થી હરાવી ગોલ્ડ મેળવ્યો હતો. 43 કિ.ગ્રા. કેટેગરીમાં કેનેડા, ઈજિપ્ત યુએસએને હરાવીને ગોલ્ડ મેળવ્યો હતો. ત્યારે તેમના પિતાને દિકરી ઓલિમ્પિકસમાં દેશ માટે મેડલ લાવશે તેવી આશા વ્યકત કરી છે. જ્યારે અશ્વિની વિશ્નોઈએ 65 કિ.ગ્રા.ની કેટેગરીમાં ઉઝબેકિસ્તાનને 3-0થી હરાવીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યું છે. તો મોનીએ 57 કિગ્રા એ સિલ્વર અપાવ્યો તો કોમલ વર્માએ 49 કિ.ગ્રા.માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારે ગુરૂવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો.


