આવતીકાલે કરવા ચોથ છે. આ વ્રત જીવનસાથીના સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્યની કામના સાથે કરવામાં આવે છે. આ દિવસ ચોથ માતાની પૂજા થાય છે. જે મહિલાઓ આ વ્રત કરે છે, તેઓ આખો દિવસ નિર્જળા રહે છે. આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસને કરવા ચોથ કહેવામાં આવે છે.
આ ચોથની રાતે ચોથ માતાની પૂજા કરવામાં આવે છે અને ચંદ્ર ઉદય પછી ચંદ્રદેવને અર્ધ્ય આપવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. આ પૂજા પછી જ મહિલાઓ ખાનપાન ગ્રહણ કરે છે. જે મહિલાઓ આ વ્રત કરે છે, તેમના માટે કરવા ચોથ માતાની કથા વાંચવી કે સાંભળવી જરૂરી હોય છે.
ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિ.
જ્યારે ચંદ્ર ઉદય થઇ જાય ત્યારે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને જળ ચઢાવો એટલે અર્ધ્ય આપો. પછી ચંદન, ચોખા, અબીર, ગુલાલ, ફૂલ અને અન્ય સામગ્રી પણ ચઢાવો.
ત્યાર બાદ પોતાના પતિના પગ સ્પર્શ કરો. તેમના માથે તિલક લગાવો. પતિની માતા એટલે પોતાની સાસુને પોતાનો કરવા ભેટ કરીને આશીર્વાદ લો.
સાસુ ન હોય તો પોતાનાી ઉંમરમાં મોટી અથવા માતા સમાન પરવારની કોઇ અન્ય પરણિતા મહિલાઓને કરવો ભેટ કરો. ત્યાર બાદ પરિવાર સાથે ભોજન કરો.
કરવા ચોથની પૂજનની આ સામાન્ય વિધિ છે. પોત-પોતાના રીતિ-રિવાજો અને ક્ષેત્રો પ્રમાણે પણ પૂજા કરી શકાય છે.
કરવા ચોથ કથા…
પ્રાચીન સમયમાં એક ગુણવાન, બુદ્ધિશાળી અને ધર્મપારાયણ બ્રાહ્મણ રહેતો હતો. તેને ચાર પુત્રો અને એક સુંદર તથા ગુણવાન પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રો અને પુત્રીના લગ્ન ધામેધૂમે કર્યા હતા. પુત્રી પિતાના ઘરે આવી હતી. ભાભીઓ સાથે બહેને કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.
રાત્રે ભાઈઓ જમવા બેઠા ત્યારે તેમણે બહેનને જમવાનું કહ્યું, પણ બહેને કહ્યું કે ચંદ્રના દર્શન કર્યા પછી જમશે. આખો દિવસની ભૂખના કારણે બહેન સ્થિતિ ખરાબ હતી. આથી તેના ભાઈઓને તેના પર દયા આવી. તેઓએ કપટ કરી એક કૃત્રિમ ચંદ્ર બનાવ્યો અને બહેનને તે જોઈ જમવાનું કહ્યું. ભાભીઓએ બહેનને ચંદ્રને અર્ધ્ય આપવાનું કહ્યું પરંતુ બહેને આપ્યું હતું. ભાભીઓ એ એમ પણ કહ્યું કે આ કૃત્રિમ ચંદ્ર છે પણ બહેન માની નહી અને ભોજન કરી લીધું.
ભોજન પત્યા પછી તરતજ તેના પતિનું મોત થઈ ગયું. આથી તે વિલાપ કરવા લાગી. આ સમયે ઈન્દ્રાણી પૃથ્વી પર વિચરણ કરતા કરવા નીકળ્યા હતા. તેણે આ બહેનને વિલાપ કરતી જોય દુ:ખનું કારણ પૂછ્યું. બહેનની હકીકત જાણ્યા પછી ઈન્દ્રાણી બોલ્યા કે “તેં ચંદ્રને અર્ધ્ય આપ્યા વગર ભોજન કર્યું હતું એટલા માટે તને આ ફળ મળ્યું છે. હવે તું પૂી શ્રદ્ધા અને ભક્તથી વ્રત કર તો તને તારો પતિ જીવતો થશે.” બહેને ફરી વિધિવત વ્રત કર્યું અને તેનો પતિ જીવીત થયો.