ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સવારે 9.47 કલાકે સેન્સેક્સ 548 અંક વધી 51267 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 156 અંક વધી 15,085 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર MM, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, ONGC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. MM 9.58 ટકા વધી 948.55 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 2.75 ટકા વધી 739.30 પર કારોબાર કરી રહ્યો છે. NTPC 0.55 ટકા ઘટી 99.10 પર કારોબાર કરી રહ્યો છે.
સોમવારે BPCL, આદિત્ય બિરલા ફેશન, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બોમ્બ ડાઈંગ, ગોદરેજ ક્ધઝ્યુમર પ્રોડક્ટ, NMDC, સન ટીવી, ટોરેન્ટ ફાર્મા, વકારાંગી સહિત 140 કંપની ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો જાહેર કરશે.
અમેરિકામાંથી આવી રહેલા પોઝિટિવ અપડેટથી વૈશ્વિક બજારોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 592.81 અંક, એટલે કે 2.06 ટકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 1.16 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.87 ટકા, ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 0.91 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. લગભગ ફેબ્રુઆરીમાં નવા રાહત પેકેજની શક્યતાથી અમેરિકાનાં બજારોના પ્રમુખ ઈન્ડેક્સ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. 5 ફેબ્રુઆરીએ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સ 31148.24 પર, SP 500 ઈન્ડેક્સ 3886.83 અને નેસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સ 13856.30 પર બંધ થયો હતો.
5 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 117.34 અંકના વધારા સાથે 50731.63 પર અને નિફ્ટી 28.60 અંક વધી 14,924.25 પર બંધ થયો હતો. NSE પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી રોકાણકારોએ 1461.71 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1418.65 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. છેલ્લા પાંચ કારોબારી દિવસમાં FIIએ લગભગ 12262 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.