Monday, December 23, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૮૮.૭૧ સામે ૫૨૯૧૨.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૨૬૪.૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૭.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૨.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૦૬.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૭૩.૨૫ સામે ૧૫૭૯૨.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૭૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૭.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૯૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણ ઝડપી ઘટી આવી દેશમાં ફરી આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ ધમધમવા લાગતાં ભારતીય શેરબજારમાં ફરી તેજીના પંથે લઈ જનારા ફંડો, મહારથીઓએ ગઇકાલે સેન્સેક્સમાં નવો ઈતિહાસ રચી ૫૩૦૦૦ પોઈન્ટની સપાટી સપાટી કુદાવી ૫૩૦૫૭ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ બનાવી હતી, જોકે આજે વધ્યામથાળે ફંડોના પ્રોફિટ બુકિંગે અને ખાસ ઓઈલ એન્ડ ગેસ, યુટિલિટીઝ અને મેટલ શેરોમાં નફો બુક થતાં ભારતીય શેરબજારમાં ઘટાડા નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં ઘણા દિવસોથી ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ હોઈ આજે ફંડો, મહારથીઓ દ્વારા સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ વધ્યા સાથે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવની ચિંતાએ મોંઘવારીનું જોખમી પરિબળ હોવાથી સેન્સેક્સ, નિફટીના નવા વિક્રમો સાથે ફંડોએ સાવચેતીમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સીડીજીએસ, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૨ અને વધનારની સંખ્યા ૧૫૩૩ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના પરિણામે લોકડાઉન, આર્થિક વ્યવહારો ઠપ્પ પડવા, ઔદ્યોગિક મોરચે પ્રવૃતિ મંદ પડવી અને બેરોજગારીની વધતી સમસ્યા, પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવો અને મોંઘવારીમાં બેફામ વધારો  છતાં ભારતીય શેરબજારોમાં નેગેટીવ પરિબળોને નજર અંદાજ કરીને કેટલાક મહિનાઓથી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે, જોકે હવે તેજીના અતિરેકનો અંતે અંત આવવા લાગ્યો છે.

ચોમાસાની પ્રગતિ સારી રહી હોવા છતાં તેજીના અતિરેકના અંતની શરૂઆતને જોતાં અને વૈશ્વિક મોરચે પણ અમેરિકા દ્વારા ફુગાવામાં વધારાના જોખમને લઈને આગામી દિવસોમાં વ્યાજ દરમાં વધારો કરવાના અપાયેલા સંકેત તેમજ ફરી યુ.કે., યુરોપના દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોઈ ચિંતા વધી છે, અને ક્રુડ ઓઈલના વધતાં ભાવને લઈ આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધવાની પૂરી શકયતાએ ભારતીય શેરબજાર અત્યંત જોખમી તબક્કામાં હોવાથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.                                                                                                        

તા.૨૪.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૩.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૬૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૩૭ પોઈન્ટ થી ૧૫૭૭૭ પોઈન્ટ ૧૫૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૩.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૬૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૩૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૭૭૭ પોઈન્ટ થી ૩૪૮૦૮ પોઈન્ટ, ૩૫૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૯૮ ) :- ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૪૮ થી રૂ.૧૦૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૦૮ ) :- રૂ.૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૭૭૭ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૨૨ થી રૂ.૮૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૭૩૧ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૨૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૭૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૬૬ ) :- રૂ.૧૧૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૦૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૦૯૯ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૨૩ થી રૂ.૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૮૨ ) :- ૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૭૩ થી રૂ.૭૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular