Friday, December 27, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૮.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૫૫૪.૬૬ સામે ૫૪૭૩૦.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૧૬૭.૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૧.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૫૨૫.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૭૬.૯૫ સામે ૧૬૩૦૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૧૮૫.૬૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૮૧.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં ફરી ખરીદદાર બની સેન્સેક્સ, નિફટી બેઝડ બજારને રોજ બરોજ નવા શિખરો પર લઈ જવાનું ચાલુ રાખ્યા બાદ આજે સેન્સેક્સ-નિફટી બેઝડ વિક્રમી તેજીની આડમાં ફંડો, મહારથીઓ, ઓપરેટરો, ખેલંદાઓએ સતત ત્રીજા દિવસે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લાંબા સમયથી ચાલી આવતી તોફાની તેજીનો વેપાર હળવો કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડા બાદ છેલ્લા કલાકમાં આ ફંડો, ઓપરેટરોએ ઘણાં શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગની તક ઝડપીને ખરીદી કરી હતી. 

- Advertisement -

બીએસઈ એક્સચેન્જ દ્વારા ખાસ બીએસઈ એક્સક્લુઝિવ સિક્યુરિટીઝ-શેરો માટે એડ ઓન પ્રાઈસ બેન્ડ ફ્રેમવર્ક દાખલ કરવામાં આવતાં અને આ નવા ફ્રેમવર્કમાં બીએસઈએ તેના વર્તમાન ગ્રેડેડ સર્વેલન્સ મેઝર્સ, એડિશનલ સર્વેલન્સ મેઝર, શોર્ટ ટર્મ એડિશનલ સર્વેલન્સ મેઝર, ટ્રેડ ફોર ટ્રેડ વગેરે ઉપરાંત આ નવું  ફ્રેમવર્ક દાખલ કરતાં શેરોની  પ્રાઈસ બેન્ડ-સર્કિટ લિમિટમાં ફેરફારોને લઈ સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓપરેટરો, ફંડો, દિગ્ગજો, ખેલંદાઓએ સતત વેચવાલી કરતાં ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, સીડીજીએસ, ફાઈનાન્સ, ઓટો, ટેલિકોમ, એફએમસીજી આઈટી, અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૪૨ અને વધનારની સંખ્યા ૧૦૬૩ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, બે તરફી અફડાતફડી વચ્ચે બીએસઈ સેન્સેક્સમાં આગેકૂચ થઈ હોવા છતાં ભારે નફારૂપી વેચવાલીના દબાણે આજે સ્મોલકેપ-મિડકેપ શેરો દબાણ હેઠળ રહ્યા હતા. ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. સ્મોલ-મિડકેપ શેરોમાં નોંધાયેલ ઘટાડાના પગલે બંને ઈન્ડેક્સ તેમની ઓલટાઇમ હાઈ સપાટીથી અનુક્રમે ૫.૪% અને ૩.૫% તુટયા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૪૮% અને મિડકેપ ઈન્ડેક્સમાં ૨૯%નો ઉછાળો નોંધાયો છે.

બજારની તેજીના તબક્કામાં આ સ્મોલ-મિડકેપ ઈન્ડેક્સના શેરોમાં અકલ્પનીય ઊછાળા નોંધાતા તેમના વેલ્યુએશન ઊંચા મથાળે પહોંચ્યા છે. જોકે તાજેતરમાં બજારમાં વોલેટીલિટી વધતા આ ક્ષેત્રના શેરોમાં મોટાપાયે નફો બુક થતા પીછેહઠ જોવા મળી હતી. આગામી દિવસોમાં બજાર સ્ટોક સ્પેસિફિક બનવાની અને ઈન્ડેક્સ બેઝડ બજાર હવે કોન્સોલિડેશનના તબક્કામાં જવાની શકયતા રહેશે. ઉપરાંત જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો તેમજ ક્રુડ ઓઈલના ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૨.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૧.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૧૬૧૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૩૦૩ પોઈન્ટ થી ૧૬૩૩૩ પોઈન્ટ ૧૬૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૧.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૯૦૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૦૦૮ પોઈન્ટ થી ૩૬૧૮૮ પોઈન્ટ, ૩૬૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૧૧૭ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૩૭ થી રૂ.૨૧૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૭૯૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૪૧ ) :- રૂ.૧૪૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૭ ના બીજા સપોર્ટથી ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૬ થી રૂ.૧૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા કેમિકલ ( ૮૬૩ ) :- કોમોડીટી કેમિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૭૮ થી રૂ.૮૮૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૬૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૬ થી રૂ.૬૨૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ (૨૭૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૦૭ થી રૂ.૨૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૪૮ ) :- રૂ.૧૫૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૮૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૯૮ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૩૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૦૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૫૮ ) :- ૭૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૮૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૪૪ થી રૂ.૭૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular