Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsવૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં તેજી તરફી...

વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો છતાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૩.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૪૩.૬૫ સામે ૫૮૩૬૨.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૧૭૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૫૧.૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૬૮૩.૯૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૬૮.૦૫ સામે ૧૭૫૦૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૯૩.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુક્રેન – રશિયા યુદ્વનો બન્ને દેશો વચ્ચે વાટાઘાટના નવા દોર પૂર્વે સીઝ – ફાયર, યુદ્વ વિરામ લાવવાના સંકેત સાથે યુદ્વનો અંત આવવાની શકયતાના અહેવાલોએ વૈશ્વિક કોમોડિટીઝ બજારોમાં ભાવો તૂટવા સાથે રશિયા – યુક્રેન વાટાઘાટના પ્રથમ દોરમાં પોઝિટીવ સંકેતે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવતા વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ  ફંડોએ સાર્વત્રિક તેજી કરી હતી. સ્થાનિક શેરબજારમાં ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની અવિરત ખરીદી કરતાં રહેતાં બેંકિંગ – ફાઈનાન્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, ઓટો, કેપિટલ ગુડ્સ, આઇટી અને ટેક શેરોમાં આકર્ષણે બીએસઇ સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૨૫ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

- Advertisement -

ચાઈનામાં કોરોનાનો ઉપદ્વવ ફરી વધતાં વધેલી ચિંતાએ હેલ્થકેર ક્ષેત્રે ફરી મોટી વૃદ્વિની અપેક્ષાએ હેલ્થકેર – ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની લેવાલી રહી હતી. ભારતીય શેરબજારોમાં આજે પણ ફંડો, મહારથીઓએ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઇ સેન્સેક્સ અને નિફટી ફ્યુચર ઉછળીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૩૦ લાખ કરોડ વધીને રૂ.૨૬૩.૯૧ લાખ કરોડ નોંધાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, બેઝિક મટિરિયલ્સ, પાવર, યુટિલિટીઝ, એનર્જી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૨૨ અને વધનારની સંખ્યા ૨૦૮૩ રહી હતી, ૧૦૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયાને સપોર્ટ આપવા માટે યુએસ ડોલરની વેચવાલીને કારણે સતત બીજા સપ્તાહે અનામતમાં ઘટાડો નોંધાયો છે. ૧૮મી માર્ચના રોજ સમાપ્ત થયેલા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં ૨.૫૯ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ભારતના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ૨.૫૯૭ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને તે ૬૧૯.૬૭૮ અબજ ડોલર રહ્યુ છે. એફસીએની સાથે ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે. રશિયા-યુક્રેનના યુદ્ધની કટોકટીને કારણે ૧૧ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ૯.૬ અબજ ડોલર ઘટીને ૬૨૨.૩ અબજ ડોલર થઈ ગયું હતુ. જે કોરોનાની શરૂઆત એટલે કે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.

સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ફોરેન કરન્સી એસેટ ૭૦.૩ કરોડ ડોલર ઘટીને ૫૫૩.૬૫૬ અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. ગત સપ્તાહે એફસીએમાં ૧૧ અબજ ડોલર કરતા વધુનો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટતા દેશના સોનાના ભંડારમાં ૧.૮૩ અબજ ડોલર ઘટીને ૪૨.૦૧૧ અબજ ડોલર થયો છે.સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસે રહેલ સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૬.૨ કરોડ ડોલર ઘટીને ૧૮.૮૬૫ અબજ ડોલર થયા છે. રિપોર્ટ અનુસાર આઈએમએફ પાસે રાખવામાં આવેલ દેશનું રિઝર્વ ૫.૧૪૬ અબજ ડોલર પર સ્થિર રહ્યું છે.

તા.૩૧.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૩૦.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૪૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૦૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૫૩૭ પોઈન્ટ થી ૧૭૬૦૬ પોઈન્ટ, ૧૭૬૩૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૧૭૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૩૨૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૧૬૦ પોઈન્ટ થી ૩૬૦૦૬ પોઈન્ટ, ૩૫૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૬૫ ) :- ઈન્ટિગ્રેટેડ ઓઈલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૮૮ થી રૂ.૨૬૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચ ડી એફ સી લિમિટેડ ( ૨૩૮૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૩૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૩૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૪૦૪ થી રૂ.૨૪૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૯૭ ) :- રૂ.૧૪૮૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ ( ૭૪૬ ) :- લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિ. ( ૬૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૬ થી રૂ.૬૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૯૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમ. ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૦૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૭૩ થી રૂ.૧૯૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૦૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન & ટૂબ્રો લિ. ( ૧૭૭૦ ) :- રૂ.૧૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૫૭ થી રૂ.૧૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • કોટક બેન્ક ( ૧૭૫૫ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વોલ્ટાસ લિ. ( ૧૨૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૯૨ ) :- રૂ.૮૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૮૦ થી રૂ.૭૭૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular