Monday, December 23, 2024
Homeબિઝનેસવૈશ્વિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી લેવાલી...

વૈશ્વિક સ્તરે અનેક સાનુકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી લેવાલી નોંધાતા 638 પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૧૯૮.૫૧ સામે ૫૨૪૯૪.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૪૭૧.૨૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૬.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૮.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૮૩૭.૨૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૩૭.૨૦ સામે ૧૫૭૦૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૦૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૮.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૮૨૩.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વૈશ્વિક બજારોમાં અમેરિકન બજાર પાછળ એશીયા, યુરોપના દેશોના બજારોમાં તેજી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડમાં વધારા સાથે કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક આવવાના પોઝિટીવ અંદાજો તેમજ આર્થિક મોરચે વિસ્તરણ હજુ ઊંચા સ્તરે જોવાઈ રહ્યું હોઈ ફંડોએ શેરોમાં તેજી કરી હતી. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના વધતાં જતાં કેસોના નેગેટીવ પરિબળને અવગણીને આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

યુરોપીયન સેન્ટ્રલ બેંકના રેટ વ્યાજ દર મામલે આજરોજ નિર્ણય અને અમેરિકાના વર્તમાન હોમ વેચાણના જાહેર થનારા આંકડા પૂર્વે યુરોપ, અમેરિકા, એશીયાના દેશોના બજારોમાં તેજી રહી હતી. યુરોપના દેશોમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ઝડપી વધી રહ્યાના નેગેટીવ પરિબળ છતાં કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક રહેવાના પોઝિટીવ પરિબળે અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મોનીટરી પોલીસીમાં ઢીલની સાથે આર્થિક વિસ્તાર ઉચ્ચ સ્તરે આગળ વધી રહ્યો હોઈ ઈન્વેસ્ટરોએ ઘટાડે શેરોમાં ખરીદીની તક ઝડપવા લાગતાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૧ અને વધનારની સંખ્યા ૨૧૮૫ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે ડેલ્ટા વેરિએન્ટ વાયરસના આતંક વચ્ચે ભારતીય કંપનીઓ દ્વારા વિતેલા જૂન માસ દરમિયાન વિદેશમાં ગત વર્ષની તુલનાએ બમણું રોકાણ કરાયું હોવાના અહેવાલો છે. વિતેલા જૂન માસ દરમિયાન ભારતીય કંપનીઓએ વિદેશમાં અંદાજીત ૨.૮૦ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. જે ગત વર્ષના જૂન માસ દરમિયાન ૧.૩૯ અબજ ડોલર રોકાણ થયું હતું. જૂન માસ દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં થયેલ રોકાણ પૈકી ૧.૧૭ અબજ ડોલર ગેરંટી સ્વરૂપે ૧.૨૧ અબજ ડોલર લોન અને ૪૨.૬૮ કરોડ ડોલર શેર મૂડીના સ્વરૂપે હતું.

ઉપલબ્ધ ડેટા અનુસાર શેરબજારમાં વધેલી વોલેટીલીટી વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં બજારમાંથી રૂ.૪૫૧૫ કરોડ પાછાં ખેંચ્યા છે. જો કે, તેઓએ બોન્ડ માર્કેટમાં રૂ.૩૦૩૩ કરોડનું રોકાણ કરતા તેઓએ નેટ રૂ.૧૪૮૨ કરોડ પાછા ખેંચ્યા હતા. ગત જૂન માસમાં તેઓએ ભારતીય બજારમાં રૂ.૧૩૨૬૯ કરોડ ઠાલવ્યા હતા. કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં હવે આગામી દિવસોમાં જાહેર થનારા પ્રમુખ કંપનીઓના પરિણામો પર નજર રહેશે. જેમાં ૨૩, જુલાઈ ૨૦૨૧ના અંબુજા સિમેન્ટ અને જેએસડબલ્યુ સ્ટીલના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે.

તા.૨૩.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૮૮૮ પોઈન્ટ થી ૧૫૯૦૯ પોઈન્ટ ૧૫૯૧૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૭૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૮૮૮ પોઈન્ટ થી ૩૫૦૦૮ પોઈન્ટ, ૩૫૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટુબ્રો ( ૧૬૨૮ ) :- કન્સ્ટ્રક્શન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૭ થી રૂ.૧૬૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૫૦ ) :- રૂ.૧૦૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૧૭ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૬૬ થી રૂ.૧૦૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૭૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૯ થી રૂ.૯૯૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૬૧૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૦ થી રૂ.૬૩૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક બેન્ક ( ૧૭૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૮૧ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૬૫ થી રૂ.૧૫૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઓરબિંદો ફાર્મા ( ૯૭૧ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૮૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૫૮ થી રૂ.૯૪૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૮ થી રૂ.૮૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૮૦ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૬૭ થી રૂ.૫૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular