રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૫.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૬૬૯.૦૩ સામે ૫૬૨૫૫.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૬૧૩.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫૨.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૭૦૨.૨૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૭૦૨.૫૦ સામે ૧૬૮૫૫.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૬૬૦.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૯.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૬૮૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. સેબી દ્વારા માર્જિનના કડક નવા ધોરણો લાગુ કરાયા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં એકાએક ૦.૪૦% વધારાનો અને સીઆરઆરમાં ૦.૫૦%ના વધારો અને યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગના અંતે પણ ૦.૫૦% વ્યાજ દરમાં એકાએક તીવ્ર વધારો કરતા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય બજારમાંથી મોટાપાયે ફંડ પાછું ખેંચી ન જાય એ માટે અગમચેતીએ આજે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. ફોરેન ફંડોની સામે લોકલ ફંડો – સંસ્થાકીય રોકાણકારો શેરોમાં સતત ખરીદદાર રહ્યા હોઈ આ લોકલ ફંડોની ખરીદીએ અફડાતફડી જોવા મળી હતી. એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેગા રૂ.૨૧,૦૦૦ કરોડના આઈપીઓ માટે સેન્ટીમેન્ટને યેનકેન પ્રકારે તેજીનું બનાવી રાખવાની કવાયતમાં આજે નિફટી – સેન્સેક્સ બેઝડ અપેક્ષિત તેજી બાદ ઉછાળે વેચવાલી જોવા મળી હતી.
ફુગાવો – મોંઘવારી, ચાઈના સહિતમાં કોરાનાના ઉપદ્રવે સપ્લાય ચેઈન ખોરવાતાં વિશ્વની વધેલી ચિંતા અને યુક્રેન-રશિયા યુદ્વના ચાલતાં રશિયાની ત્રીજા વિશ્વ યુદ્વના સંકેતના કારણે જીઓપોલિટીકલ ટેન્શન વધ્યા સાથે સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી છતાં લોકલ ફંડોએ જાણે કે એડવાન્ટેજ ઈન્ડિયા હોય એમ શેરોમાં તેજી કરી હતી. ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત વેચવાલી રહેતાં અને ફંડોના બે તરફી અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૩ પોઈન્ટ વધીને અને નિફટી ફ્યુચર ૨૧૪ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૦૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૯.૬૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, ટેક, આઇટી, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓટો, ઓઇલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ અને બેન્કેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૯ અને વધનારની સંખ્યા ૧૪૪૮ રહી હતી, ૧૧૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, રિઝર્વ બેંક દ્વારા અચાનક જ રેપોરેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ અને કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો તાત્કાલીક અમલ બનાવવાના નિર્ણયની દેશમાં થતા રોકાણના નિર્ણયો પર પ્રતિકુળ અસર થવાની સાથોસાથ કોર્પોરેટ ક્ષેત્ર અને ઉદ્યોગો સામે એક નવો પડકાર ઊભો થયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ૪૦ બેસિસ પોઈન્ટ્સ ના રેપો રેટમાં વધારો કરીને બજારને આશ્ચર્યચકિત કરી દીધુ છે, યુક્રેન યુદ્ધના કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ધણી કોમોડિટીઝના ભાવોમાં ઊછાળો નોંધાયો છે. એવું લાગે છે કે આખરે મોનેટરી પોલિસી કમિટીએ તેનું ધ્યાન ફુગાવા તરફ વાળ્યું છે, જે એપ્રિલમાં પણ ઊંચો રહેવાની ધારણા છે અને કગાચ બાકીના ક્વાર્ટરમાં ઊંચો રહેવાની સંભાવના છે. કારણે રિઝર્વ બેંકે તાત્કાલિક પગલું ભરવું પડયુ છે.
જૂનમાં દરમાં વધારો અપેક્ષિત હતો, મુખ્યત્વે ફ્રુડ ઓઈલના ભાવ અથવા ખાદ્યતેલના ભાવ વૈશ્વિક પરિબળોને કારણે સપ્લાય પર પ્રતિકુળ અસર થઈ છે. રેપો અને સીઆરઆરમાં વધારાની તાત્કાલિક અસર જોવા મળી છે. વધતા વ્યાજ દરો રોકાણના નિર્ણયો પર પણ અસર કરશે કારણ કે કંપનીઓ જ્યાં માંગ હશે ત્યાં જ મૂડી યોજનાઓનું વિસ્તરણ કરશે. તેથી, વપરાશ અને રોકાણ ચક્ર બંનેને અસર થઈ શકે છે. આમ, એક વાત ચોક્કસ છે કે સરળ નાણાંના દિવસો પૂરા થઈ ગયા છે. ઉદ્યોગો નિશ્ચિતપણે પડકારનો સામનો કરશે કારણ કે હવે દરોમાં સતત વધારો જોવાશે.
તા.૦૬.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૫.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૬૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૭૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૬૦૬ પોઈન્ટ થી ૧૬૫૭૫ પોઈન્ટ, ૧૬૫૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૫.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૧૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૦૮ પોઈન્ટ થી ૩૪૯૭૦ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- અદાણી એન્ટરપ્રાઈઝ ( ૨૨૫૦ ) :- ટ્રેડીંગ – મિનરલ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૭૭ થી રૂ.૨૨૯૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૮૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૯ થી રૂ.૧૯૧૯ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૬૦૯ ) :- રૂ.૧૫૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૪૪ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૩૩ થી રૂ.૧૬૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૨૬૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સિસ બેન્ક ( ૭૦૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઇવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ થી રૂ.૭૨૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રિફાઇનરીઝ & માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૬૨૬ થી રૂ.૨૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- કોટક બેન્ક ( ૧૭૯૩ ) :- રૂ.૧૮૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૭૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૫૬૮ ) :- ટ્રેક્ટર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૧૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એર કન્ડીશનર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૭ થી રૂ.૧૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૦૦ ) :- રૂ.૯૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૭૮ થી રૂ.૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૫૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )