રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૬.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૩૫.૫૯ સામે ૫૨૭૯૫.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૭૭.૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૩૮.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૫.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૪૯.૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૫૪.૯૫ સામે ૧૫૮૪૩.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૫૮.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૧.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૨.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૯૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગઇકાલે કોરોના અસરગ્રસ્ત આઠ ક્ષેત્રો માટે રૂ.૧.૧ લાખ કરોડની લોન ગેરંટી સ્કિમ સહિતના પ્રોત્સાહનો જાહેર કર્યાના પોઝિટીવ પરિબળોની આજે બજાર ખાસ અસર જોવાઈ નહોતી. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા અને કેસો વધતાં ફરી લોકડાઉનના અંકુશો લાગુ કરવાની શરૂઆત વચ્ચે આજે શેરોમાં ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે નફો બુક કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
નાણાપ્રધાને આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપ આપેલી ક્રેડિટ લાઈન ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કિમ(ઈસીએલજીએસ)ને વધુ રૂ.૧.૫ લાખ કરોડ સુધી લંબાવી છે. આ સાથે ૧૧,૦૦૦ રજીસ્ટર્ડ ટુરિસ્ટ ગાઈડોને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ હિસ્સેદારો(ટીટીએસ)ને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે, જેમાં ટીટીએસને રૂ.૧૦ લાખ સુધીની લોન અને લાઈસન્સ્ડ ટુરિસ્ટ ગાઈડોને રૂ.૧ લાખ સુધીની લોન આપવામાં આવશે. આ પેકેજ હેઠળ હેલ્થકેર ક્ષેત્રને રૂ.૫૦,૦૦૦ કરોડની રાત આપવામાં આવતાં હેલ્થકેર શેરોમાં તેજી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, હેલ્થકેર અને યુટીલીટીઝ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૭ અને વધનારની સંખ્યા ૧૬૪૪ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો હતો, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સાવચેતીમાં બજાર કરેકશન ઝોનમાં આવી શકે છે. ફુગાવા-મોંઘવારીના વધતાં જોખમી પરિબળ સામે ચોમાસાની પ્રગતિ એકંદર સારી રહી હોવા છતાં ફંડોએ પાછલા સપ્તાહમાં સાવચેતીમાં વિક્રમી ઊંચા મથાળે તેજીનો વેપાર હળવો કર્યો છે. તેજીના લાંબા સમયથી જોવાઈ રહેલા અતિરેકના અંતની શરૂઆત છેલ્લા અઠવાડિયામાં થઈ ગયા સાથે આગામી દિવસોમાં ભારતના મે મહિના માટેના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના ૩૦,જૂનના જાહેર થનારા આંક તેમજ જૂન મહિના માટેના મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૧,જુલાઈ ૨૦૨૧ના જાહેર થનારા આંક તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય વધતાં જતાં ભાવ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય પર બજારની નજર રહેશે.
તા.૩૦.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૯.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૮૩૮ પોઈન્ટ થી ૧૫૮૮૮ પોઈન્ટ ૧૫૯૦૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૯.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૨૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૩૭૩ પોઈન્ટ થી ૩૫૪૭૪ પોઈન્ટ, ૩૫૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૪૧૦ ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ટાટા સ્ટીલ ( ૧૧૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૯૪ થી રૂ.૧૨૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૧૫ ) :- રૂ.૯૯૭ નો પ્રથમ તેમજ રૂ.૯૮૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૯૮૭ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૯૮ થી રૂ.૧૦૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- બાયોકોન લિમિટેડ ( ૪૧૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- બાટા ઇન્ડિયા ( ૧૬૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૯૦ થી રૂ.૧૫૭૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૪૭૭ ) :- રૂ.૧૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૦૬૬ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૬૪ થી રૂ.૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૬૮૧ ) :- ૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૬૬ થી રૂ.૬૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )