Wednesday, December 25, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી તેજી યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૮૪૯.૪૮ સામે ૫૨૧૨૧.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૪૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૧.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૨.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૨૩૨.૪૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૧૬.૭૫ સામે ૧૫૬૮૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૩૫.૭૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૮.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૧૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને રિયલ્ટી શેરોમાં આક્રમક તેજીએ અને ઈન્ડસ્ટ્રીયલ, સીડીજીએસ શેરોમાં લેવાલીએ સેન્સેક્સે ફરી ૫૨૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. જ્યારે નિફટી ફ્યુચરે ૧૫૭૧૯ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીના પરિણામે અસરગ્રસ્ત ક્ષેત્રો-ઉદ્યોગો માટે સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાના આપવામાં આવેલા સંકેત અને હવે વેક્સિનેશન પ્રોગ્રામને ફરી ઝડપી બનાવવા ફાઈઝર પાસેથી પાંચ કરોડ ડોઝ મેળવવા થઈ રહેલી વાટાઘાટ સાથે ભારતીય વેક્સિન કોવેક્સિનને પણ ડબલ્યુએચઓ પ્રમાણિત કરવા અને યુ.એસ.એફડીએની મંજૂરી મેળવવા પ્રયાસો ઝડપી બનતાં આગામી દિવસોમાં કોરોના મહામારીમાંથી ભારતને પણ ઝડપી મુક્ત કરી શકવાના ઊભી થયેલી આશાએ આજે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજીના તોફાનને આગળ વધાર્યું હતું.

- Advertisement -

કોરોના સક્રમણની બીજી લહેર અત્યંત ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવા છતાં અને કોરોનાના પરિણામે દેશભરમાં વિવિધ રાજયોમાં લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું હોઈ આર્થિક મોરચે દેશને મોટું નુકશાન થઈ રહ્યાના અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળો છતાં ફંડોએ તેજીની દોટ આગળ વધી હતી અને ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબ્લસ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, સીડીજીએસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૮૬ અને વધનારની સંખ્યા ૨૧૮૮ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સમાપ્ત થયેલા મે માસમાં ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આઈએચએસ માર્કિટ દ્વારા તૈયાર કરાતો નિક્કી મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે એપ્રિલમાં ૫૫.૫૦ રહ્યો હતો તે મે માસમાં ઘટી ૫૦.૮૦ રહ્યો હતો. જુલાઈ ૨૦૨૦ બાદ આ સૌથી નીચો ઈન્ડેકસ છે. કોરોનાની બીજી લહેરને કારણે નવા ઓર્ડરો તથા ઉત્પાદનોમાં ઘટાડો થયો છે. કાચા માલની અછતને કારણે તેના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં કોરોનાના નવા કેસો ઘટી રહ્યા છે આમ છતાં દૈનિક કેસો નીચા આંકવામાં આવી રહ્યાની પણ ચિંતા પ્રવર્તી રહી છે.

એપ્રિલની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રના દરેક ઈન્ડાઈસિસ નીચા જોવા મળી રહ્યા છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે, જ્યારે મે માસનો ૫૦.૮૦નો ઈન્ડેકસ વર્તમાન ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંક નીચો રહેવાના સંકેત આપે છે, એટલું જ નહીં જીએસટી મારફતની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. જો કે પ્રથમ લહેરની સરખામણીએ હાલના નિમયમનકારી પગલાંની ઉત્પાદન ક્ષેત્ર પર ઓછી અસર જોવા મળી રહી છે.

તા.૦૪.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૪૭ પોઈન્ટ થી ૧૫૭૮૭ પોઈન્ટ ૧૫૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૭૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૯૦૯ પોઈન્ટ થી ૩૬૦૦૮ પોઈન્ટ, ૩૬૧૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૬૯૬ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૬૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૮ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૫૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૯૧ ) :- રૂ.૯૭૭ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ ( ૮૨૯ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૨૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૧૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૦૯૭ ) :- રૂ.૧૧૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૮૩ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૦૩ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૨૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૮૭ થી રૂ.૭૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૭૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૩ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૨૫ ) :- ૬૪૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૦૬ થી રૂ.૫૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular