સંરક્ષણ મંત્રાલયે વિવિધ હથિયાર ખરીદવા માટે રૂ. 70 હજાર કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરી જાણકારી આપી હતી. ભારતની વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને અનુરૂપ સૈનિકો માટે સ્વદેશી વિકાસ અને ડિઝાઇન પર ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંરક્ષણ મંત્રાલયે 70 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ભારત પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોની વધારે સુરક્ષા વધારવાની સાથે સૈનિકોની જરૂરિયાતો અનુસાર હથિયાર પ્રણાલી વિકસાવવા પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યું છે.