Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમાનવતા : લોહી વહાવવા આવેલા આતંકીને ભારતીય જવાનોએ લોહી આપી જીવ બચાવ્યો

માનવતા : લોહી વહાવવા આવેલા આતંકીને ભારતીય જવાનોએ લોહી આપી જીવ બચાવ્યો

ભારતીય સેનાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું

- Advertisement -

આતંકવાદનો અડો બની ચૂકેલા પાડોશી દ્દેશ પાકિસ્તાનની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. જ્યારે ભારતીય સેનાના જવાનોએ રક્તદાન કરીને પાકિસ્તાન આતંકવાદીનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. હકીકતમાં ભારતીય સૈનાના જવાનોએ રક્તદાન કરીને આતંકવાદી તબારક ફસૈનનો જીવ બચાવ્યો છે. જેને જમ્મુ-કાશ્મીરનમ રાજીરી અ વ્લાની 08 નજીકથી સેનાના જવાનોએ ઝડપી પાડ્યો રાજૌરીમાં સૈન્ય હોસ્પિટલના કમાન્ડન્ટ બ્રિગેડિયાર રાજીવ નાયરે જણાવ્યું કે, તેમણે ક્યારેય એને આતંકવાદી નથી મામ્યો અને તેનો જીવ બચાવવા માટે અન્ય દર્દીઓની જેમ જ તેની સાથે વ્યવહાર કર્યો. આ ભારતીય સેનાના અધિકારીઓની મહાનતા જ છે, જેમણે પોતાનું રક્ત આપીને તેને બચાવ્યો, ભલે તે લોકોનું લોહી વહાવવા આવ્યો હોય.

- Advertisement -

પાકિસ્તાની આતંકવાદી તબારક હુસૈને જણાવ્યું કે, મને 3-4 આતંકવાદીઓ સાથે અહીં મોકલવામાં આવ્યો હતો. અમને પાકિસ્તાની કર્નલ યુનુસ ચૌધરીએ 1.0એ પાર કર્યા હાદ ભારતીય સૈનિકો પર ફિદાયીન હુમલાને અંજામ આપવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે જણાવ્યું કે, અગાઉ તે 2016માં અહીં આવ્યો હતો, પરંતુ સેનાના જવાનો પર હુમલો કરવામાં નિષ્ફળ રહ્યો હતો.

સેનાના ડોક્ટર રાજીવ નાયરે કહ્યું કે, આતંકવાદી તબારક હુસૈનને અહીં ગંભીર હાલતમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો જીવ બચી ગયો છે. ગોળીના જખમ રૂઝવામાં હજુ અનેક સપ્તાહ થશે. વધુમાં તેમણે જણાવ્યું કે, અહીં આવનારા દરેક વ્યક્તિ એક દર્દી છે. ડોક્ટર હોવાના કારણે દરેક દર્દીનો જીવ બચાવવો અમારી પ્રાથમિક્તા છે.અમે તેનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે. આપણા ભારતીય સૈનિકોએ પણ રક્તદાન કરીને તેનો જીવ બચાવ્યો, તે તેમની મહાનતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular