Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતીય વૈજ્ઞાનિકોને સફળતા, શોધી ડેંગ્યુની દવા

ભારતીય વૈજ્ઞાનિકોને સફળતા, શોધી ડેંગ્યુની દવા

ડેંગ્યુની સારવાર માટે દવાનું રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા હાથ લાગી છે. લખનૌની કેન્દ્રીય ઔષધિ સંશોધન સંસ્થા (સીએસઆઈઆર-સીડીઆરઆઈ)ના વૈજ્ઞાનિકોએ બે ડ્રગ શોધી કાઢ્યા છે. તેનું પ્રથમ ચરણનું ઉંદરો પરનું ટ્રાયલ પણ સફળ રહ્યું છે અને ટૂંક સમયમાં જ મનુષ્ય પર પરીક્ષણ કરવામાં આવશે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનો આવતા જ ડેંગ્યુનું જોખમ વધવા લાગે છે. શરૂઆતમાં તો તે સામાન્ય તાવ લાગે છે પરંતુ યોગ્ય સારવારની ઉણપ અને મોડું થવાના કારણે તે જીવલેણ બની જાય છે.

- Advertisement -

આ ડ્રગ અત્યાર સુધી થ્રોમબોસેસની સારવાર માટે પ્રયોગમાં લેવાતું હતું. હાલ ઉંદરો પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ મનુષ્ય પરની ટ્રાયલ બાદ તે દવા લોકો માટે ઉપલબ્ધ થશે. સીડીઆરઆઈના ડિરેક્ટર પ્રોફેસર તપસ કુંડૂએ જણાવ્યું કે, આ દવાઓ ડેંગ્યુના દર્દીઓ પર સંપૂર્ણપણે કારગર નીવડશે. હ્યુમન ટ્રાયલ બાદ દવાને પેટન્ટ કરાવીને તરત જ બજારમાં ઉતારવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં ડેંગ્યુનો મૃતકઆંક ખૂબ જ ઉંચો છે. તેનું કારણ ડેંગ્યુની સારવાર માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી તે કહી શકાય. માત્ર તેના લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે. તેવામાં વૈજ્ઞાનિકોનું આ સંશોધન દેશની સાથે સાથે સમગ્ર વિશ્વના દર્દીઓ માટે ખૂબ મહત્વનું ગણાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular