ભારતીય કોસ્ટ ગાર્ડએ સમુદ્ર વિસ્તારમાંથી અગિયાર પાકિસ્તાની નાગરિકો સાથેની બોટ ઝડપી લઇ ઝડપાયેલ લોકોની પૂછપરછ સહિતની તપાસ હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગત મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડએ સફળતા મેળવી છે. સમુદ્રી વિસ્તારમાં સંદિગ્ધ રીતે પ્રવેશેલી એક પાકિસ્તાની બોટને અટકાવી લેવામાં આવી હતી. આ બોટમાં કુલ 11 પાકિસ્તાની નાગરિકો સવાર હતા. કોસ્ટ ગાર્ડની ચુસ્ત કામગીરી દરમિયાન બોટને કાબૂમાં લઈ તમામ 11 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતાં. પાણીમાં સંદિગ્ધ ગતિવિધિઓની જાણ થતાં ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક ઉમદા કામગીરી કરી હતી અને બોટને ઝડપી લીધા બાદ બોટમાં રહેલ તમામ લોકોની પૂછપરછ, સુરક્ષા ચકાસણી તથા જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દેશમાં સમુદ્રી સીમા સુરક્ષિત રાખવા માટે કરવામાં આવેલી આ કાર્યવાહી નોંધપાત્ર ગણાઇ રહી છે.


