Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સભારતે પોતાનો 1000મો વન-ડે મેચ જીતી લીધો

ભારતે પોતાનો 1000મો વન-ડે મેચ જીતી લીધો

અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટે હરાવ્યું : ભારતીય ક્રિકેટરો સ્વ. લતા મંગેશકરના નિધન બદલ શોક વ્યક્ત કરતા કાળી રિબિન બાંધીને રમ્યા

- Advertisement -

અમદાવાદ ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરો માટે નસીબવંતુ રહ્યું છે. તે ઉપક્રમ ગઇકાલે રમાયેલી વેસ્ટ ઇંડિઝ વચ્ચેની પ્રથમ વન-ડેમાં પણ જળવાઈ રહ્યો હતો. ભારતે ધાર્યા કરતાં સાવ આસાનીથી વેસ્ટ ઇંડિઝને 22 ઓવરો બાકી હતી ત્યારે છ વિકેટે પરાજય આપ્યો હતો.

- Advertisement -

વ્હાઈટ બોલ ક્રિકેટની કેપ્ટનસીની શ્રેણીનો વિજય પ્રારંભ પણ રોહિત શર્માએ અમદાવાદથી જ કર્યો તે એક યશકલગી ઉમેરાઈ છે. ભારતની સિનિયર્સ ટીમને પ્રેરણા પુરી પાડતા હોય તેમ તે અગાઉ ભારતની અંડર-19ની ટીમે તેઓના એઇજ ગુ્રપના વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા વર્લ્ડ કપ જીતતા ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતુ. આમ ભારતીય ક્રિકેટ ચાહકો માટે બેવડી ખુશીનો અવસર હતો. જોકે ક્રિકેટરો અને ચાહકો ભારત રત્ન એવા લેજન્ડ ગાયિકા લતા મંગેશકરના નિધનથી શોકાગ્રસ્ત હોઈ ઉજવણીમાં સંયમ રાખ્યો હતો.

ભારતે ટોસ જીતીને પ્રથમ વેસ્ટ ઇંડિઝને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સાતમા ક્રમે આવેલા હોલ્ડર 71 બોલમાં 57 રનને બાદ કરતા અન્ય બેટ્સમેનો નિષ્ફળ નીવડયા હતા. કેપ્ટન પોલાર્ડ પહેલા જ બોલે બોલ્ડ થયો હતો. 79 રનમાં જ વિન્ડિઝે 7 વિકેટ 22.5 ઓવરોમાં ગુમાવી હતી. 43.5 ઓવરમાં 176 રને ઓલઆઉટ થઈ ગયા હતા.

- Advertisement -

ભારતે ઓપનર રોહિત શર્માના 51 બોલમાં 60 રનની આક્રમક શરૂઆત બાદ 28 ઓવરોમાં જ 4 વિકેટે ટાર્ગેટ પાર પાડયો હતો. અંડર-19 વર્લ્ડકપની ફાઈનલની વિગત જોઈએ તો ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. 44.5 ઓવરોમાં તેઓ 189 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. મીડિયમ ફાસ્ટ બોલર રાજ બાવાએ 31 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

ભારતે લક્ષ્યાંક 47.4 ઓવરોમાં 6 વિકેટે પાર પાડયું હતું. રશીદ 50, સિંધુ 50 અણનમ અને પ્લેયર ઓફ ધ મેચ રાજ બાવાએ ઓલરાઉન્ડ દેખાવ કરતાં 35 નિર્ણાયક રન કર્યા હતા. ભારતે આ સાથે પાંચમી વખત અંડર-19 વર્લ્ડકપ જીત્યો છે.

- Advertisement -

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ પર રમાયેલી ભારત અને વેસ્ટ ઇંડિઝ વચ્ચેની મેચ અગાઉ સદ્ગત લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પતા ભારતીય ક્રિકેટરોએ મૌન તો પાળ્યું જ હતું પણ કાળા રંગની રિબન હાથ પર પહેરીને તેઓ રમ્યા હતા. અમદાવાદમાં રમાનાર ત્રણેય વન-ડે પ્રેક્ષકોની હાજરી વગર રમાનાર હોઈ સ્ટેડિયમમાં અજીવ ખાલીપો લાગતો હતો.

કોહલી વેસ્ટ ઇંડિઝ સામેની ગઇકાલે રમાયેલી પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇંડિઝ સામે આઠ રન જ બનાવી શક્યો હતો પણ તેણે છ રન પૂરા કર્યા ત્યારે ભારતની ભૂમિ પર 5000 વન-ડે રન નોંધાવનાર બીજો બેટ્સમેન બન્યો હતો. તેંડુલકરે 164 વન-ડે ભારતમાં રમી 6976 રન ફટકાર્યા છે. જ્યારે કોહલીએ ભારતમાં 99મી વન-ડે રમતા 96મી ઇનિંગમાં 5002 રન આ સાથે નોંધાવ્યા છે. તેંડુલકર કરતા ભારતમાં 5000 રન પૂરા કરવામાં તે ફાસ્ટેસ્ટ બન્યો છે. તેંડુલકરે ભારતના ગ્રાઉન્ડ પર 121મી ઇનિંગ રમીને 5000 રન પૂરા કર્યા હતા. કોહલીએ આમ 22 ઇનિંગ આ સીમાચિન્હ માટે ઓછી લીધી છે. ગાવસ્કર, કપિલદેવ, તેંડુલકર, લક્ષ્મણ અને અશ્ર્વિનની જેમ કોહલી માટે પણ અમદાવાદ યાદગાર નિવડયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular