Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં ઇન્ડિયાનો 5 રને વિજય

ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની રોમાંચક મેચમાં ઇન્ડિયાનો 5 રને વિજય

- Advertisement -

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં આજે એડિલેડ ખાતે ભારત અને બાંગ્લાદેશની રોમાંચક મેચમાં ભારતે 5 રને (ડકવર્થ લુઈસ) શાનદાર વિજય મેળવી સેમી-ફાઈનલમાં જવાનો પોતાનો રસ્તો મોકળો કર્યો છે. હવે ભારતે ઝિમ્બાબ્વેને રવિવારે હરાવવાનું રહેશે. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે.

- Advertisement -

ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે મળેલા 16 ઓવરમાં 151 રનના ટાર્ગેટની સામે 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ લિટોન દાસે 27 બોલમાં જ 60 રન બનાવ્યા હતા. તો નુરુલ હસને 14 બોલમાં 25 રન કર્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી, તો મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી.

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલીએ 44 બોલમાં 64 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બનવા માટે કોહલી શ્રીલંકાના મહેલા જયવર્ધનેને પાછળ છોડીને હવે T20 વર્લ્ડ કપમાં ટૉપ સ્કોરર બની ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular