Wednesday, January 8, 2025
Homeઆંતરરાષ્ટ્રીયત્રણ મહિનામાં ચીનની વસ્તીને ટપી જશે ભારત

ત્રણ મહિનામાં ચીનની વસ્તીને ટપી જશે ભારત

ચીન અને ભારતમાં 8 અબજ લોકો, જે વિશ્વની વસ્તી વૃદ્ધિમાં અંદાજિત 35% હિસ્સો ધરાવે છે

- Advertisement -

સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન ડિવિઝનના હમણાંના અહેવાલ મુજબ, ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાની સંભાવના છે. વસ્તી વધારાના લીધે દેશ પર સામાજિક અને આર્થિક બોજ જોવા મળી શકે છે. દક્ષિણ એશિયાના પ્રોફેસર જણાવ્યું હતું કે, “મોટાભાગના લોકો માને છે કે ભારતની અર્થવ્યવસ્થામાં હજુ ઘણું સારું કરી શકે તેવી સંભાવનાઓ છે કારણ કે તે ભારત પાસે યુવા ઘન છે.” ભારતના ઝડપથી વધતી વસ્તી જેમાં 4 માંથી લગભગ એક 15 વર્ષથી ઓછી વયના છે અને લગભગ અડધા 25 વર્ષથી ઓછી ઉંમરના છે. ચીનમાં લગભગ 1.45 અબજની વસ્તી છે, પરંતુ 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો વસ્તીનો માત્ર એક ક્વાર્ટર છે.
એક નિષ્ણાત દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, “ભારતીય ઉપખંડે હંમેશા મજબૂત માનવ વસ્તીને સમર્થન આપ્યું છે. ભારતની તુલના ઘણા લાંબા સમયથી ચીન સાથે જ કરવામાં આવી છે અને તેઓ લાંબા સમયથી એકબીજા સાથે વેપાર પણ કરે છે.” 1950 થી, વિશ્વની વસ્તી વૃદ્ધિમાં ભારત અને ચીનનો હિસ્સો અંદાજિત 35% છે. ચીન વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. સંયુક્ત રીતે બે વસ્તી કેન્દ્રો વિશ્વની આશરે 8 અબજ લોકોનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
ચીનમાં વસ્તી વૃદ્ધિ દરની રેખા હવે ફ્લેટ થઈ રહી છે અને સસ્તા શ્રમનો પુરવઠો પણ અનુરૂપ કરી શકે છે. દેશના કેટલાક ભાગોમાં ઉચ્ચ બેરોજગારી હોવા છતાં, કુશળ મેન્યુઅલ લેબરની અછત વધુ સ્પષ્ટ થઈ રહી છે. બીજી તરફ, ભારત અને તેની એક અબજથી વધુ લોકોની વધતી જતી વસ્તી અર્થવ્યવસ્થાને થોડી મંદી તરફ લઇ જઈ શકે છે. ભારતનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચીન જેટલું મજબૂત નથી અને મોટાભાગની વસ્તી વૃદ્ધિ તેના ગરીબ પ્રદેશોમાં કેન્દ્રિત છે. માટે વસ્તી વૃદ્ધિ જો આ ગતિ ભારતમાં વધશે તો ચીન કરતા પણ મોટો પડકાર ભારત માટે બની શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular