Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સવેસ્ટ ઈન્ડિઝ શ્રેણી જીતવા તો ભારત જીવંત રાખવા મેદાનમાં ઉતરશે

વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી જીતવા તો ભારત જીવંત રાખવા મેદાનમાં ઉતરશે

- Advertisement -

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ઝ20 સિરીઝની આજે ત્રીજી મેચ રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે સિરીઝની બાકીની ત્રણ મેચ કરો યા મરો જેવી હશે, કારણ કે વેસ્ટ ઈન્ડિઝની ટીમે સિરીઝમાં 2-0ની લીડ જાળવી રાખવા માટે શરૂઆતની બંને મેચો જીતી લીધી છે. સિરીઝની આ ત્રીજી મેચ ગુયાનામાં ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી રમાશે. આ મેચમાં ભારતીય સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. જો આમ થશે તો ઝ20 ફોર્મેટમાં આ તેની ડેબ્યૂ મેચ હશે.

- Advertisement -

બીજી ઝ20માં જીત બાદ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે કહ્યું હતું કે તે વર્ષ 2016 પછી પહેલીવાર ભારત સામે ઝ20 સિરીઝ જીતશે. દ્વિપક્ષીય સિરીઝમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝે ભારતને સતત બે ઝ20 મેચમાં હરાવ્યું છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ઝ20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 27 વખત ટકરાયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 17 મેચ જીતી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 9 મેચ જીતી છે. આ સિવાય એક મેચનું પરિણામ ન નીકળ્યું હતું. ગયાનાના આ જ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ઝ20 રમાઈ હતી, જે વેસ્ટ ઇન્ડીઝે બે વિકેટે જીતી હતી. આ મેદાન પર સ્પિનરોને વધુ મદદ મળે છે, કારણ કે આ પિચ પર બાઉન્સ ખૂબ જ વધારે છે. જો કે અહીં લક્ષ્યનો પીછો કરવો થોડો સરળ છે. તેને જોતા ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular