Monday, January 12, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયશાંતિ ફોર્મ્યુલા માટે ભારત વિશ્વસનિય : ઝેલેન્સ્કી

શાંતિ ફોર્મ્યુલા માટે ભારત વિશ્વસનિય : ઝેલેન્સ્કી

યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. યુક્રેનના પ્રમુખે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, મેં પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી અને જી-20 તેમણે ટ્વિટર પર લખ્યું, મેં પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી અને જી-20ના અધ્યક્ષપદની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાની શુભેચ્છા પાઠવી હતી. જી-20ના મંચ પરથી જ મેં શાંતિ ફોમ્ર્યુલાની જાહેરાત કરી હતી અને હવે હું તેના અમલમાં ભારતની ભાગીદારી પર વિશ્વાસ કરું છું. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં માનવીય મદદ અને સમર્થન માટે પણ પીએમ મોદીનો આભાર માન્યો હતો.

- Advertisement -

ભારતીય પીએમઓએ કહ્યું કે, બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવાની તકો પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનના અધિકારીઓને આ વર્ષના પ્રારંભમાં યુક્રેનથી પાછું આવવું પડયું હયું તેવા ભારતીય વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે અગાઉ ઑક્ટોબર મહિનામાં પણ ફોન પર વાતચીત થઈ હતી. પીએમ મોદીએ ત્યારે કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનું કોઈ સૈન્ય સમાધાન હોઈ શકે નહીં અને ભારત કોઈપણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે તૈયાર છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોદી અને ઝેલેન્સ્કીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular