Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતે ફરીથી લાયસન્સ રાજ તરફ પાછાં ન જવું જોઇએ: અર્થશાસ્ત્રી

ભારતે ફરીથી લાયસન્સ રાજ તરફ પાછાં ન જવું જોઇએ: અર્થશાસ્ત્રી

ભારતમાં આર્થિક અસમાનતા દૂર કરવાની જરૂર

- Advertisement -

નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેનએ જણાવ્યુ છે કે ભારતે ફરી લાયસન્સ રાજ તરફ પાછા ફરવુ ન જોઈએ અને દેશની નીતિ ઉદ્યોગોને આગળ વધારવા માટેની હોવી જોઈએ. અશોક યુનિ. દ્વારા ડીઝીટલ રીતે આયોજીત કાર્યક્રમને સંબોધીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ભારતમાં આવકની અસમાનતાનો મુદ્દો ઘણો ગંભીર છે અને તેેને દૂર કરવા ગંભીર પ્રયાસો થવા જોઈએ.

- Advertisement -

તેમણે કહ્યુ હતુ કે તમે લાયસન્સ રાજ તરફ પાછા ન ફરો. ભારત જેવા દેશોની નીતિ ઉદ્યોગોને આગળ વધારવા માટેની હોવી જોઈએ. લાયસન્સ રાજ લાયસન્સ અને નિયમોની એવી પ્રણાલી હતી જેને દેશમાં વેપાર કરતા એકમોને પાલન કરવુ પડતુ હતુ. 1991માં ઉદારીકરણની નીતિ આવતા જ આ પ્રણાલી દૂર થઈ હતી.

તેમણે જણાવ્યુ હતુ કે ભારતનો જીડીપીનો ગ્રોથ રેટને લાંબાગાળા સુધી પોઝીટીવ રાખવો હોય તો ઉદ્યોગોને આગળ વધવા માટે ઉદાર નીતિ અપનાવવી જોઈએ. દુનિયાના જાણીતા અર્થશાસ્ત્રી એવા પોલ ક્રુગમેને વધુમાં કહ્યુ હતુ કે ભારતમાં ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા. યોગ્ય નથી અને તેના કારણે ઉદ્યોગો સમક્ષ મોટા પડકારો છે. તેમણે કહ્યુ હતુ કે ભારતે શ્રમ આધારીત મામલા પર ગંભીરતાથી કામ નથી કર્યુ અને તેના સારા પરિણામો પણ જોવા મળ્યા નથી પરંતુ દેશમાં સર્વિસ સેકટર અને હાઈસ્કીલ્ડ મેન્યુ. સેકટરમાં સારૂ કામ કર્યુ છે અને તેના પરિણામો પણ જોવા મળ્યા છે.

- Advertisement -

નોબલ પુરસ્કારથી સન્માનિત આ અર્થશાસ્ત્રીએ કહ્યુ હતુ કે એ બાબતને લઈને આશાવાદી છું કે ડેવલ્પીંગ દેશોમા નિકાસ આધારીત ગ્રોથની વ્યાપક સંભાવના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular