ભારતમાં રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વેક્સીન આપનાર દેશ બની ગયો છે. આ અગાઉ અમેરિકા સૌથી આગળ હતું. દેશમાં અત્યાર સુધીમાં વેક્સીનના 32કરોડ 36લાખ 63હજારથી પણ વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જયારે એમરિકામાં 32 કરોડ 33 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ભારત રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. ભારતમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. જ્યારે અમેરિકામાં રસીકરણ 14 ડિસેમ્બરથી શરૂ થયું હતું.
ભારત અને અમરિકા પછી યુકે નંબર ત્રીજા સ્થાને આવે છે. યુકેમાં અત્યાર સુધીમાં 7 કરોડ 67 લાખ 74 હજાર 990 ડોઝ આપવામાં આવ્યા છે. ચોથો નંબર જર્મનીનો આવે છે. જ્યાં 7 કરોડ 14 લાખ 37 હજાર 514 ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. ફ્રાન્સમાં કોરોના રસીના અત્યાર સુધી 5 કરોડ 24 લાખ 57 હજાર 288 ડોઝ આપવામાં આવ્યા છે. અગાઉ ચીનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ દાવો કર્યો હતો કે દેશમાં લોકોને કોરોના વેક્સીનના એક અબજ ડોઝ આપી દેવાયા છે. પરંતુ ચીનના મોટાભાગના દાવાઓમાં તથ્ય હોતું નથી.
અને ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 979 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.