ચીને ભારતમાંથી ખાસ ખાતરોનો નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે કેટલીક કંપનીઓ કહે છે કે અન્ય દેશોમાંથી ખાતરોની આયાત ચીન કરતા 10 થી 20 ટકા વધુ મોંઘી બનશે. તેવો અંદાજ છે ચીનના બંદરો પર અટવાયેલા 1,50,000-1,60,000 ટન ખાસ ખાતરોને બદલવા માટે વૈકલ્પિક સ્ત્રોતોમાંથી લગભગ 80,000-1,00,000 ટન કાચા માલ ભારતમાં પહોંચી શકે છે.
ચીને ભારતમાંથી ખાસ ખાતરોની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે અને તે પણ એવા સમયે જ્યારે ખેતી માટે ખાસ ખાતરો વધુ મહત્વપૂર્ણ હતા ચીને સતાવાર રીતે આ જાહેરાત કરી નથી પરંતુ ફકત શિપમેન્ટ બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં ભારત હવે કેટલાંક અન્ય દેશોમાંથી ખાતરોની આયાત કરવાનું વિચારી રહ્યું છે જેમાં યુરોપિયન યુનિયન અને પશ્ચિમ એશિયાના કેટલાંક દેશોનો સમાવેશ થાય છે.
ભારતીય કંપનીઓ ખાસ ખાતરો માટે કાચા માલની આયાત કરવા માટે યુરોપ, રશિયા અને પશ્ર્ચિમ એશિયા તરફ વળી રહી છે. કેટલીક કંપનીઓ કહે છે કે અન્ય દેશોમાંથી ખાતરની આયાત ચીન કરતા 10 થી 20 ટકા મોંઘી હોઈ શકે છે. એવો અંદાજ છે ચીને ખાતરોની નિકાસ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. ચીની અધિકારીઓએ ભારત જતા ક્ધસાઈનમેન્ટનું નિરીક્ષણ કરવાનું બંધ કરી દીધું છે. વૈશ્વિક બજારમાં તેનો હિસ્સો 32 ટકા છે. ભારત ચીનમાંથી 80 ટકા સુધી ખાતરોની આયાત કરે છે. ચીન ભારત સિવાય અન્ય દેશોમાં નિકાસ કરવાનું ચાલુ રાખે છે. ખરેખર ખાસ ખાતરના ઉપયોગથી પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ફળો, શાકભાજી અને અન્ય પાક માટે ખાસ ખાતરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં ખાસ ખાતરનો ઉપયોગ વધુ મહત્વપૂર્ણ બની જાય છે હવે ચીને શિપમેન્ટ બંધ કર્યા પછી ભારત અન્ય દેશો તરફ જોઇ રહ્યું છે જેના કારણે ભારતના ભાવમાં વધારો થશે.
નોંધનીય છે કે ચીને રેર અર્થ મિનરલ્સનું શિપમેન્ટ પણ બંધ કરી દીધું છે. જે ભારતના ઈલેકટ્રોનિક અને ખોટો ઉદ્યોગ માટે ખતરો ઉભો કરી રહ્યું છે.જો કે આ માટે ભારત ઓસ્ટે્રલિયા જેવા દેશો સાથે પણ વાત કરી રહ્યું છે. જેથી રેર અર્થ મિનરલ્સનો પુરવઠો પુરો પાડી શકાય રેર અર્થ મિનરલ્સની નિકાસના 90 ટકા પર ચીન નિયંત્રણ રાખે છે.


