Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે ભારત બંધ !

આવતીકાલે ભારત બંધ !

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્રારા લાગુ કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો ચાર મહિનાથી આંદોલન કરી રહ્યા છે. જયારે આવતીકાલે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી ખેડૂતો દ્રારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ એલાન કર્યું છે કે આ દરમિયાન રેલવે અને રોડને પણ મંજુરી નહીં આપવામાં આવે.

- Advertisement -

ખેડૂત આંદોલનના ચાર મહિના 26 માર્ચે પૂર્ણ થવાના સમયે રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન દરમિયાન દુકાનો અને વ્યવસાયિક સંસ્થા 12 કલાક બંધ રહેશે. ખેડૂત સંગઠન દ્રારા દેશના નાગરીકોને અપીલ કરવામાં આવી છે કે  તેઓ ભારતબંધને સંપૂર્ણપણે સફળ બનાવે.ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગને સ્વીકારવાને બદલે સરકાર તેમને અપમાનિત કરી રહી છે.ખેડૂત નેતાઓના જણાવ્યા પ્રમાણે આવતીકાલનું ભારત બંધ સફળ રહેશે કારણકે તેમને વિવિધ સંગઠનો દ્રારા ટેકો મળ્યો છે. બંધ દરમિયાન એમ્બ્યુલન્સ, સ્કુલ વાહન, વિદેશી પર્યટકોના વાહન, સેનાના વાહનને રોકવામાં નહી આવે.

ખેડૂત નેતા રાકેશ ટીકૈત દ્રારા જણાવવામાં આવ્યું છે કે તેમની સાથે ખેડૂત અને સામાન્ય માણસ છે. અને 26 માર્ચના રોજ ભારત બંધ રહેશે. તેમાં રેલ અને સડક માર્ગ પર પણ ચક્કાજામ કરાશે. યૂનિયનના નેતાઓએ જણાવ્યું કે, નવા કૃષિ કાયદાના વિરોધના રૂપમાં ખેડૂત હોલિકા દહનમાં કાયદાના પેજ સળગાવશે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે 26 માર્ચે બંધને સમર્થન આપ્યું છે. આ અગાઉ પણ ખેડૂતો દ્રારા ત્રણ કલાક માટે ભારત બંધ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ત્રણેય કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ સાથે ખેડુતો છેલ્લા લગભગ 4મહિનાથી રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. આવતીકાલે એટલે કે 26 માર્ચએ ખેડૂત પ્રદર્શનનો 120 મો દિવસ છે. આવી સ્થિતિમાં ખેડૂત આંદોલનને વેગ આપવા માટે, દેશભરમાં ખેડુતો દિવસભર ભારત બંધ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, ખેડૂત સંગઠનો દેશમાં દરેક જગ્યાએ દેખાવો કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular