રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૮.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૯૪૯.૧૦ સામે ૫૫૮૬૨.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૬૭૫.૮૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૨.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૫.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૧૨૪.૭૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૭૧૮.૧૫ સામે ૧૬૬૩૯.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૫૭૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૭૧૪.૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચાલુ થઈ જઈ કેરળમાં એકાએક હજારોની સંખ્યામાં નવા કેસો આવતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થવા લાગી હોઈ અને ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં દુષ્કાળની સ્થિતિના પ્રાથમિક અંદાજો વચ્ચે વોરેન બફેટના વેલ્યુએશન ઈન્ડિકેટરમાં ભારતીય શેરો માટે લાલબત્તી બતાવી ભારતમાં જીડીપી રિકવરીની અપેક્ષા છતાં ભારતીય શેરબજારોમાં તાજેતરની તોફાની તેજી બાદ હવે ત્રીજી લહેરની ચિંતા અને કંપનીઓના પરિણામોમાં પણ રિકવરી વિલંબમાં પડવાના જોખમો બતાવાતાં આજે ભારતીય શેરબજારોમાં ડેરિવેટીવ્ઝમાં સપ્ટેમ્બર વલણના પ્રથમ દિવસે બે તરફી અફડાતફડી વચ્ચે ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ મેનેજ કરીને આજે સ્મોલ, મિડ કેપ, કેશ સેગ્મેન્ટના શેરોમાં નીચા મથાળે લેવાલી ચાલુ રાખી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે કોરોના સંક્રમણ અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યું હોઈ ફરી અંકુશો લાદવામાં આવવા લાગતાં અને અફઘાનિસ્તાન મામલે પણ હજુ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત હોઈ વૈશ્વિક શેરબજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, પાવર, મેટલ, યુટિલિટીઝ, હેલ્થકેર અને ટેલિકોમ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૪ અને વધનારની સંખ્યા ૧૯૧૭ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક તથા ઘરઆંગણે નાણાં નીતિ સખત બનવાનું શરૂ થવા સાથે ભારતીય શેરબજારમાં લિક્વિડિટી આધારિત રેલીને બ્રેક લાગશે એમ એક સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. મહામારીના પ્રારંભ થયા બાદ રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં અત્યારસુધીમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે અને હાલમાં રેપો રેટ ૪.૦૦% યથાવત છે. રેપો રેટમાં ઘટાડો ઉપરાંત આરબીઆઈ નાણાં વ્યવસ્થામાં ભરપૂર માત્રામાં લિક્વિડિટી ઠાલવી છે. આ વધારાની લિક્વિડિટીને કારણે જ ભારતીય શેરબજારોમાં હાલની રેલી જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા પૂરા પડાયેલા સ્ટીમ્યુલ્સ વર્તમાન વર્ષના અંત સુધી ચાલુ રહેવાની ધારણાં છે તેને જોતા શેરબજારના વિશ્લેષકોએ સેન્સેકસમાં વર્તમાન સ્તરેથી ૨૦૨૧ના અંત સુધીમાં ૨.૪૦%ની વૃદ્ધિ જોઈ રહ્યા છે.
આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક દ્વારા નીતિમાં કોઈપણ સખતાઈ રોકાણકારોના માનસને ખરડાવશે અને તેના તાત્કાલિક પ્રત્યાઘાત જોવા મળશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર અર્થતંત્રની રિકવરી સામે જોખમ ઊભુ કરી શકે એમ છે. આ ઉપરાંત વિવિોધ મધ્યસ્થ બેન્કોના વ્યાજ દરમા વધારાના નિર્ણયની અસર જોવાશે. છેલ્લા બે વર્ષથી ફુગાવો રિઝર્વ બેન્કની ૪%ના ટાર્ગેટથી ઉપર રહ્યા કરે છે. આમ છતાં કોરોનાના કાળમાં વિકાસને પ્રાધાન્ય આપવા આરબીઆઈએ હળવી નીતિને ચાલુ રાખી છે. બીજી બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વ તેના ૧૨૦ અબજ ડોલરના બોન્ડ બાઈંગ કાર્યક્રમમાં તબક્કાવાર પીછેહઠ કરવાનું પણ ટૂંક સમયમાં શરૂ કરશે, તેને કારણે પણ બજારની રેલીને બ્રેક લાગી શકે છે.
તા.૩૦.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૭.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૭૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૩૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૭૩૭ પોઈન્ટ થી ૧૬૭૭૭ પોઈન્ટ ૧૬૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૭.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૭૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૬૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૦૬ પોઈન્ટ થી ૩૫૪૭૪ પોઈન્ટ, ૩૫૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૬૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૫૧૨ ) :- કોમર્શીયલ ટ્રેડીંગ & ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૭ થી રૂ.૧૫૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૨૩૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૦૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કેમિકલ્સ ( ૮૩૩ ) :- રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- JSW સ્ટીલ ( ૬૭૮ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૮ થી રૂ.૬૯૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ટીવી નેટવર્ક ( ૪૮૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૭૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૯૪ થી રૂ.૫૦૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૭૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એસ્કોર્ટ્સ લિમિટેડ ( ૧૩૫૨ ) :- રૂ.૧૩૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- બર્જર પેઈન્ટ ( ૭૮૭ ) :- ફર્નિચર, ફર્નિશિંગ & પેઇન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૭૦ થી રૂ.૭૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ICICI બેન્ક ( ૭૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૮૬ થી રૂ.૬૭૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઈન્ડિયા ( ૬૧૦ ) :- ૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૯૫ થી રૂ.૫૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )