Thursday, November 21, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૧૫.૮૯ સામે ૫૮૬૩૪.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૩૮૯.૬૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૨.૮૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૨૪.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૪૯૦.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૦૩.૧૫ સામે ૧૭૪૬૦.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૩૫૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૭.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૫૫.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં દેશમાં વિવિધ રાજયોમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વેગ પકડી રહી હોઈ અને ચોમાસાની સારી પ્રગતિ છતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સતત વિક્રમી – ઐતિહાસિક તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના પણ પ્રોત્સાહક ડેવલપમેન્ટની પાછલા દિવસોમાં પોઝિટીવ અસરે વિક્રમી તેજીએ ગત સપ્તાહે સેન્સેક્સે ૫૯૭૩૭ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૭૮૦૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી હતી, જોકે આજે ફંડોએ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરીને ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં લેહમેન બ્રધર્સની નાદારી અને ફરી કોરોના સંક્રમણ ફેલાવાની શરૂઆત થયાના અહેવાલે ચિંતા વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે સ્થાનિક સ્તરે ભારતીય શેરબજાર ઈન્ડેક્સ બેઝડ મહત્વના મૂકામ પર આવી પહોંચ્યું હોઈ અને ઈન્ડેક્સ મહત્વની સપાટી કુદાવવી અત્યંત જરૂરી હોવાનું દર્શાવાઈ રહ્યું હોઈ ફંડોએ સાવચેતીમાં આજે ઈન્ડેક્સ બેઝડ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. કોરોના સંક્રમણની ત્રીજી લહેર કેરળ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં આવી ગઈ હોઈ ફરી લોકડાઉન સહિતના પગલાંની સાવચેતીએ ફંડોએ આજે મેટલ, બેઝિક મટિરિયલ્સ અને રિયલ્ટી શેરો સાથે યુટિલિટીઝ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૨ અને વધનારની સંખ્યા ૧૦૪૧ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારીના કારણે ગત માર્ચ ૨૦૨૦ દરિયાન તળિયે પટકાયેલા ભારતીય શેરબજારમાં અંદાજીત દોઢ વર્ષમાં તેજીનું ઘોડાપૂર જોવા મળ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં સેન્સેક્સે ૫૦૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી તે પછી માત્ર આઠ માસમાં સેન્સેક્સ ૯૦૦૦ પોઇન્ટથી વધુ વધીને ૫૯૦૦૦ પોઇન્ટની મહત્ત્વની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવી ૫૯૭૩૭ પોઈન્ટની ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી છે. વિવિધ સાનુકુળ પરિબળોના પગલે ચાલુ કેલેન્ડર વર્ષમાં બીએસઇ સેન્સેક્સમાં અત્યાર સુધીમાં અંદાજીત ૨૩.૫૦% વધુનો ઉછાળો નોંધાયો છે. જેના પગલે મુંબઇ શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓનું વેલ્યુએશન પણ વધીને ૩.૫૪ લાખ કરોડ ડોલરની ટોચે પહોંચતા વિશ્વમાં સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતા બજારોમાં છઠ્ઠા ક્રમે ભારતીય શેરબજાર પહોંચી ગયું છે.

ભારતીય શેરબજારમાં ઉદ્ભવેલ આ ઐતિહાસિક તેજી પાછળના કારણોમાં મહામારી પર અંકુશ, વેક્સિનેસનની ઝડપી કામગીરી, અર્થતંત્રમાં ધીમી પણ મક્કમ વૃધ્ધિ, બજારોમાં તરલતાની સામાન્ય સ્થિતિ, ફેડરલ દ્વારા સ્ટીમ્યુલસ ચાલુ રાખવાનો નિર્ણય, નીચા વ્યાજદર તથા સરકાર અને રિઝર્વ બેંકના અનેક શ્રેણીબધ્ધ પગલાનો સમાવેશ થાય છે. વિવિધ પ્રોત્સાહક પરિબળોના કારણે ભારતીય શેરબજાર પ્રથમ હરોળની તેજી ભર્યુ માર્કેટ પૂરવાર થયું છે અને આગામી સમયમાં પણ આ તેજી જળવાઈ રહેવાની સંભાવના છે. જો કે દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા સાવચેતીનું વલણ અપનાવવું અત્યંત જરૂરી બની રહેશે.

તા.૨૧.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૦.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૩૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૭૧૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૩૭૩ પોઈન્ટ થી ૧૭૪૦૪ પોઈન્ટ ૧૭૪૧૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૦.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૧૬૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૩૦૩ પોઈન્ટ થી ૩૭૩૭૩ પોઈન્ટ, ૩૭૪૭૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૯૮૯ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૦૨ થી રૂ.૨૦૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૦૨૨ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૩૫ ) :- રૂ.૧૫૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૫૦૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૩૮ ) :- કાર & યુટીલીટી વેહીકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૭ થી રૂ.૭૫૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૭૨૦) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૩૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટીગ્રેટેડ ઓઈલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૩૭૦ થી રૂ.૨૩૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ડિગો ( ૨૧૬૭ ) :- રૂ.૨૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૦૨ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૩૦ થી રૂ.૨૧૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૧૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • HDFC બેન્ક ( ૧૫૬૧ ) :- બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • JSW સ્ટીલ ( ૬૩૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૧૬ થી રૂ.૬૦૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત પેટ્રોલિયમ ( ૪૨૦ ) :- ૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૮ થી રૂ.૩૯૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular