Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગ્રેડ-પે સહિતના મુદ્દે વન રક્ષક કર્મચારીઓની અચોક્કસ મુદ્તની હડતાલ

ગ્રેડ-પે સહિતના મુદ્દે વન રક્ષક કર્મચારીઓની અચોક્કસ મુદ્તની હડતાલ

- Advertisement -

ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગ્રેડ-પે તેમજ રજા પગાર અને ભરતી સહિતના વિવિધ મુદ્દાઓને લઇ આજથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતાં અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisement -

ગુજરાત રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતાં વન રક્ષક/વનપાલ દ્વારા ગ્રેડ-પે, રજા પગાર, ભરતી-બઢતીનો રેસિયો સહિતના પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતાં ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ-ગાંધીનગરના નેજા હેઠળ જામનગરના વન રક્ષક કર્મચારીઓ પણ આજથી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતાં અને નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરી હતી અને ગ્રેડ-પે, રજા પગાર સહિતના વિવિધ મુદ્દાઓનો કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા માગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular