Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરતલાટી-કમ-મંત્રીના પડતર પ્રશ્નો અંગે આવતીકાલથી અચોક્કસ મુદ્તની હડતાલ

તલાટી-કમ-મંત્રીના પડતર પ્રશ્નો અંગે આવતીકાલથી અચોક્કસ મુદ્તની હડતાલ

દ્વારકા જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના પડતર પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતાં આવતીકાલથી રાજ્યભરના તમામ તલાટી-કમ-મંત્રીઓ અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરશે આ અંગે દ્વારકા જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે, તલાટી-મંત્રીઓના પડતર પ્રશ્ર્નો અંગે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા 2018થી અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પડતર પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ અગાઉ તા. 7-9-2021ના રોજ હડતાલનું એલાન કર્યું હતું. પરંતુ તે સમયે સરકાર દ્વારા ટૂંકસમયમાં પ્રશ્ર્નોના સુખદ ઉકેલની ખાત્રી આપતા હડતાલ મોકુફ રાખી હતી. જેને 9 માસ જેટલો સમય થવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં આવતીકાલ તા. 2 ઓગસ્ટથી રાજ્યના તમામ તલાટી-કમ-મંત્રીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતરશે.

- Advertisement -

દ્વારકા જિલ્લામાં તમામ તલાટી-કમ-મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અન્વયેની કામગીરી તથા તા. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની કામગીરી સિવાયની કામગીરીનનો બહિષ્કાર કરી. આવતીકાલથી હડતાલ ઉપર ઉતરશે. તેમ દ્વારકા જિલ્લા તલાટી-કમ-મંત્રી મંડળના પ્રમુખ ઉમેશભાઇ પિંડારીયા તથા મહામંત્રી દેવાતભાઇ વરૂ દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular