Sunday, March 2, 2025
Homeસ્પોર્ટ્સIND vs ENG 4th T20: ભારતે 15 રનથી ઇંગ્લેન્ડને હરાવી સીરિઝ કબજે...

IND vs ENG 4th T20: ભારતે 15 રનથી ઇંગ્લેન્ડને હરાવી સીરિઝ કબજે કરી, હર્ષિત રાણાનું શાનદાર પ્રદર્શન

- Advertisement -

ભારતે પુણેમાં રમાયેલી ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 15 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે સીરિઝમાં અજેય લીડ મેળવી છે. મેચ ખૂબ જ રોમાંચક રહ્યો હતો અને છેલ્લાં ઓવર સુધી પહોંચ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરીને ઇંગ્લેન્ડને 182 રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 166 રન જ બનાવી શકી. ભારતે આ જીત બોલરોના શાનદાર પ્રદર્શન પર મેળવી.

- Advertisement -

હર્ષિત રાણાએ આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે 3 વિકેટ ઝડપી ટીમને મજબૂત પોઝિશન પર લાવી હતી. રવિ બિશ્નોઇએ પણ 3 વિકેટ લીધી અને 4 ઓવરમાં માત્ર 28 રન આપ્યા. વર્ણ ચક્રવર્તીએ 4 ઓવરમાં માત્ર 8 રન આપીને 2 વિકેટ ઝડપી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે પણ 1-1 વિકેટ મેળવી હતી.

- Advertisement -

ઇગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. ઓપનર ફિલિપ સોલ્ટ અને બેન ડકેટ વચ્ચે અર્ધશતકીય ભાગીદારી થઈ. ફિલિપ સોલ્ટ 23 રન બનાવીને આઉટ થયા. બેન ડકેટે 39 રનનું યોગદાન આપ્યું. કેપ્ટન જોઝ બટલર માત્ર 2 રન પર આઉટ થયા. હેરી બ્રુકે 26 બોલમાં 51 રન બનાવ્યા અને અર્ધશતક ફટકાર્યો. લિવિંગસ્ટન અને બેથેલ ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં. કાર્સ શૂન્ય પર આઉટ થયા.

ભારતની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. ઓપનર સંજુ સેમસન માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયા. પરંતુ શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક પ્રદર્શન કરી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી. બંને ખેલાડીઓએ અર્ધશતક ફટકાર્યા. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 53 રન બનાવ્યા જ્યારે શિવમ દુબેએ 34 બોલમાં 53 રન બનાવ્યા. અભિષેક શર્માએ 29 રન બનાવ્યા અને રીન્કુ સિંહે 30 રનનું યોગદાન આપ્યું. પરંતુ સુર્યકુમાર યાદવ અને તિલક વર્મા શૂન્ય પર આઉટ થઈ ગયા.

- Advertisement -

સાકિબ મહમૂદે ઇંગ્લેન્ડ માટે શાનદાર બોલિંગ કરી. તેમણે 4 ઓવરમાં 35 ર આપીને 3 વિકેટ ઝડપી. જેમી ઓવર્ટને 2 વિકેટ લીધી. કાર્સ અને આદિલ રશીદને 1-1 વિકેટ મળ્યો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular