Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઠંડી વધતાં ગરમ વસ્ત્રોના વેચાણમાં વધારો...

ઠંડી વધતાં ગરમ વસ્ત્રોના વેચાણમાં વધારો…

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ગરમ કપડાંની બજારમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે. પ્રતિ વર્ષ શિયાળાની ઋતુમાં ઠંડા પ્રદેશ તીબેટ, ધર્મશાળા, હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાંથી તીબેટીયન રેફ્યુજી પરિવારો ગુજરાન માટે ગરમ કપડાંના વેચાણ માટે ગુજરાતના મહેમાન બને છે. આ વર્ષે હજુ ડિસેમ્બર માસ ચાલી રહ્યો હોય ત્રિવ ઠંડીનું લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે કડકડતી ઠંડીથી રક્ષણ માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતાં હોય છે. ત્યારે જામનગરમાં ટાઉનહોલ નજીક ગરમ વસ્ત્રો વેચતા રેકડીધારકોની રાત્રીના સમયે લાઇનો લાગેલી જોવા મળે છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે. સુપર માર્કેટ, ટાઉનહોલ, બર્ધનચોક સહિતના વિસ્તારોમાં હાથમોજા, જાકીટ, શાલ, સ્વેટર, કાનપટ્ટી, ટોપી જેવી ગરમ કપડાંની વિવિધ કલરો અને અલગ અલગ વેરાઇટીની લોકો ખરીદી કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular