Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરરણમલ તળાવના પાસની માન્યતામાં વધારો

રણમલ તળાવના પાસની માન્યતામાં વધારો

- Advertisement -

જામનગર શહેરમાં રણમલ તળાવના પાસની માન્યતા જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.30/04/2023 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ માત્ર નવા પાસથી જ પ્રવેશ મેળવી શકાશે. જેની પ્રક્રિયાનો આવતી કાલથી પ્રારંભ કરવામાં આવશે.

- Advertisement -

જામનગર શહેરની શાન સમા રણમલ તળાવ ખાતે વહેલી સવારે તેમજ સાંજના સમયે લોકો મોટી સંખ્યામાં જોગીંગ તથા વોકીંગ માટે જતા હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલના રણમલ તળાવના તમામ પાસની માન્યતા તા.30/04/2023 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ માત્ર નવા પાસ (મોર્નિંગ જોગીંગ/સીનીયર સીટીઝન તથા પેઈડ જોગીંગ પાસ) થી જ પ્રવેશ મેળવી શકાશે. નવા પાસ ઇશ્યૂ પ્રક્રિયાનો આવતી કાલથી પ્રારંભ કરવામાં આવશે.. નવા પાસ માટેના ફોર્મ રણમલ તળાવ ગેઈટ નંબર એક પરથી ચાલુ દિવસોમાં સવારે 10 થી 12:30 અને સાંજે 4 થી 6 દરમિયાન પાસના ચાર્જની રકમ એડવાન્સ ભરી ફોર્મ મેળવી શકાશે. ફોર્મ તથા પાસમાં દર્શાવેલ તમામ વિગતો ભરી નિયત જગ્યાએ ફોટા લગાવી ફોર્મ પરત આપવાના રહેશે.

જૂના ઓરીજનલ સવારના/સીનીયર સીટીઝન/સાંજના (પેઈડ જોગીંગ) પાસ ઓળખપત્ર તરીકે માન્ય ગણાશે.જે ફોર્મ સાથે જમા કરાવી તેમજ નવા પાસ માટે નવો ફોટો આપવાનો રહેશે. ભરેલ ફોર્મ અને પાસ સાથે આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ / પાસપોર્ટ તેમજ સીનીયર સીટીઝન માટે ફોટો ઓળખપત્ર તેમજ ઉંમરના પૂરાવાની નકલ જોડવાની રહેશે. પૂર્ણ રીતે ભરેલ ફોર્મ તથા પાસ જરૂરી આધાર તેમજ ફી ની ઓરીજનલ સાથે રણમલ તળાવ ગેઈટ 1 પરથી સર્ટીફાઈડ કરી પરત આપવામાં આવશે.

- Advertisement -

નવા પાસ કઢાવવા માટે ચાર્જ તથા એન્ટ્રી સમય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular