મોંઘવારીના સમયમાં ગૃહિણીઓએ હવે બજેટને સંભાળવું પડશે. જ્યારે એક બાજુ શાકભાજી અને કઠોળના ભાવો વધ્યા છે તો બીજી બાજુ ઉનાળાની સીઝનમાં કરાતા બાર મહિનાના મસાલાના ભાવો પણ પહોંચ્યા આસમાને, એક તરફ આજથી ધો.10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે. જ્યારે ગૃહિણીઓએ બીજી તરફ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાર મહિનાની ખાદ્ય સામગ્રીને ભરવાની તૈયારીઓ હર ઘરમાં દેખાઈ રહી છે.
જામનગરવાસીઓ કારમી મોંઘવારીમાં ચાલુ વષે બાર મહિનાના મસાલા કરવા મોંઘા પડશે. આ વર્ષે માવઠાને કારણે પાકના ઉત્પાદનને ફટકો પડતા મરચુ, હળદર, ધાણાજીરુ સહિતના મસાલાના ભાવમાં કિલોએ 50 થી 200 સુધીનો વધારો થયો છે.
દિવસેને દિવસે મોંઘવારી વધી છે. ત્યારે ગૃીહણીઓ દેકારો બોલાવી રહી છે. જામનગરના એક વેપારીએ જણાવ્યું કે, બે વર્ષમાં મસાલાના ભાવોમાં 50 ટકાનો વધારો થયો છે. જામનગરમાં મરચુ આંધપ્રદેશ, કર્ણાટક તથા સૌરાષ્ટ્ર તેમજ રાજ્યના અન્ય શહેરોમાંથી આવે છે. હળદર મહારાષ્ટ્ર સેલમ અને સાંગલી પ્રદેશમાંથી આવે છે. જીરૂ, ઉંઝા, રાજસ્થાન, ધાણા સ્થાનિકથી હિંગ અફઘાનિસ્તાનના કાબુલથી આવે છે.
ચાલુ વર્ષે યુદ્ધની અસર હીંગના ભાવોમાં જોવા મળી છે. એક કિલો હિંગના ભાવ રૂા.700 સુધી પહોંચ્યા છે. જે રૂા.80 થી 100 નો વધારો સૂચવે છે. વાત કરીએ છેલ્લાં બે વર્ષના સમાલાના ભાવોની તો મરચુ 2022 માં 200-450 રૂપિયા કિલોના હતું જે આ વર્ષે રૂા.250-700 સુધી પહોંચ્યું છે. હળદરના ભાવમાં બહુ ફેરફાર નોંધાયો નથી. જ્યારે ધાણાજીરુ 250-300 થી 250-400 સુધી પહોંચ્યું છે.
જામનગરમા દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં 20 ટનથી વધુ મસાલાનું વેંચાણ થતું હોય છે. પરંતુ આ વર્ષે મસાલાના ભાવો આસમાને પહોંચતા ખરીદ શકિત ઘટી છે. બજારમાં મસાલાના ભાવો એ સીસકારા બોાલવી દીધા છે.