નવા વર્ષના પ્રારંભે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં શિયાળાએ જમાવટ પકડી છે અને ઠેર ઠેર ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. આજે સવારે ખાસ કરીને કચ્છમાં પણ તિવ્ર ઠંડી અનુભવાઈ હતી. કચ્છનાં નલીયા ખાતે આજે ફરી સીંગલ ડીઝીટ તાપમાન નોંધાયું હતું. અત્રે આજે સવારે 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન થઈ જતા નલીયાવાસીઓ ઠુંઠવાયા હતા. જયારે ભૂજમાં પણ 12.5 ડિગ્રી સાથે ઠંડીનો ચમચારો અનુભવાયો હતો. તેમજ કંડલા ખાતે 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉપરાંત જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 4 ડિગ્રી સરકીને 13 ડિગ્રી એ પહોંચતા નવા વર્ષનો પ્રારંભ ઠડી સાથે થયો હતો. તો મહતમ તાપમાન 26.5 ડિગ્રીએ નીચું ગયું હતું.આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 13 ટકાના વધારા સાથે 82 ટકા એ પહોંચ્યો હતો.
3 દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા કરવામાં આવી છે.ત્યારેઆ સમયગાળામાં પવનની ગતિ વધશે. મહતમ તાપમાન 29 થી 30 ડિગ્રી રહેશે. તેવી આગાહી વચ્ચે લઘુતમ તાપમાનમાં એકીસાથે 3 ડિગ્રી છેલ્લા 24 કલાકમાં સરકી જતા લઘુતમ તાપમાન 13 નોંધાયું હતું.જેના લીધે જામનગરમાં આજે સવારે ઠડી વધી હતી. જો કે આવી ઠડીમાં પણ શહેરીજનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
જામનગર જિલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે મહતમ તાપમાન 26.5 ડિગ્રી રહ્યું હતું.જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 4.6 કિમિ નોંધાઇ હતી.
જામનગરમાં ઠડીનો ચમકારાના કારણે લોકોએ સવારે તાપણાનો સહારો લેવો પડયો હતો. અને મોનિગ વોકમાં ગરમ ટોપી,સ્વેટર,શાલ સાથે લોકો જોવા મળ્યા હતા. ગાઈરાત્રીના ઠડીથી રોડ ઉપર રહેતા લોકોને મહાનગર પાલિકાની ટીમે રેઇન બસેરામાં ખસેડેલ હતા. 31 ડીસેમ્બર 2023ના રાત્રીના 12 ના ટકોરે અને 2024ના નવા વર્ષને વધાધવા ઠડીમાં પણ લોકોએ મજા માણી હતી. ગરમાં ગરમ કાવો ચા સહિતની વિવિધ ખાણીપીણીની લીજ્જત લીધી હતી.
આ ઉપરાંત આજરોજ રાજકોટમાં પણ ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી સાથે 12.6 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ગઈકાલથી પવનની દિશા બદલાઈ છે અને ઉતરના પવનો ફુંકાવા લાગ્યા છે. આથી ઠંડીની તીવ્રતા વધવા પામી છે.
દરમ્યાન આજે સવારે અમરેલીમાં પણ 12.6 ડિગ્રી સાથે તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. જયારે આજે અમદાવાદમાં 16.2 ડીગ્રી, વડોદરામાં 17.2, ભાવનગરમાં 17, દમણમાં 19./8, ડીસામાં 14.4, દિવમાં 18.5, દ્વારકામાં 16, ગાંધીનગરમાં 13.5, ઓખામાં 20.5, પોરબંદરમાં 13,7, સુરેન્દ્રનગરમાં 14.2, અને વેરાવળ ખાતે 18.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.