Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસાંસદના પ્રયાસથી આમરણની એટીએમ સુવિધામાં વધારો

સાંસદના પ્રયાસથી આમરણની એટીએમ સુવિધામાં વધારો

- Advertisement -

મોરબી જિલ્લાના આમરણ ગામમાં બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે. જેની સાથે આજુબાજુના 20 જેટલાં ગામો જોડાયેલા છે અને એક જ રાષ્ટ્રીયકૃત બેંકમાં એટીએમની સુવિધા બેંકના નિયત કરેલાં સમય સુધી મળતી હતી. જેના કારણે ખેડૂતો વહેલાં ખેતી કરતાં જતા હોય અને બેંકનો સમય પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરતાં હોય છે જેથી તેઓને નાણાં ઉપાડવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સાંસદ પૂનમબેન માડમને કરવામાં આવી હતી. રજૂઆત સંદર્ભે સાંસદે બેંક ઓફ બરોડાના ભાવનગર સ્થિત રિઝિયોનલ મેનેજરને આમરણમાં એટીએમની સુવિધામાં વધારો કરવા જણાવ્યું હતું. સાંસદની રજૂઆતના પગલે રિઝિયોનલ મેનેજર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથધરી પ્રથમ ફેસમાં સવારના 6 થી રાત્રીના 10 સુધી એટીએમ સુવિધા શરૂ કરવામાં આવી છે.

આમરણ ગામમાં સાંસદ પૂનમબેનના પ્રયાસથી એટીએમની સુવિધામાં વધારો થવાના કારણે આમરણ અને તેની આજુબાજુના 20 ગામોના લોકોમાં આનંદની લાગણી ફેલાય ગઇ હતી. તેથી ગ્રામજનોેએ સાંસદ પૂનમબેન માડમનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular