આગામી સમયમાં મસાલાની સિઝન શરૂ થશે. ગૃહિણીઓ દ્વારા વર્ષભર માટેના મસાલાઓની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે મસાલાની સિઝન નજીક આવતા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા તથા રાયની આવક શરૂ થઈ ચૂકી છે. 6 થી 7 હજાર ગુણી જેટલી ધાણાની આવક દરરોજ યાર્ડમાં થઈ રહી છે. આ ઉપરાંત આ વર્ષે ખેડૂતોને ધાણાના ઉંચા ભાવો પણ મળી રહ્યા હોય, હજુ આગામી સમયમાં આવક વધવાની શકયતા છે.
આ ઉપરાંત રાયની પણ યાર્ડમાં આવક શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે ધાણાનો 20 કિલોનો ભાવ રૂા.900 થી 1850 જેટલો તથા રાયનો 20 કિલોનો ભાવ 850 થી 1010 નો રહ્યો હતો. ખેડૂતો દ્વારા ધાણા અને રાયની મબલખ આવક યાર્ડને મળી રહી છે. જેથી ભાવો પણ ઉંચા જોવા મળી રહ્યા છે.