Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર માર્કેટ યાર્ડમાં 29 હજાર મણ મગફળીની આવક

જામનગર માર્કેટ યાર્ડમાં 29 હજાર મણ મગફળીની આવક

- Advertisement -

સિઝનનો પ્રારંભ થયા બાદ જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઇ રહી છે. એટલુ જ નહીં ખેડૂતોને સિઝનના પ્રારંભમાં મગફળીના સારા ભાવ પણ ખુલ્લી બજારમાં મળી રહ્યાં છે. જેને કારણે ટેકાના ભાવે મગફળી વેચાણનું ખેડૂતોનું રૂઝાન ઓછું રહ્યું છે. યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલના જણાવ્યાનુસાર ગતરાત્રીના મગફળીની આવક ખોલવામાં આવી છે. જેમાં કુલ 300 જેટલા વાહનોમાં અંદાજે 29000 મણ જેટલી મગફળીની આવક યાર્ડમાં થવા પામી છે. આજે થયેલી હરરાજીમાં મગફળીના એક મણના ભાવ રૂા. 950 થી 1650 સુધી ગુણવત્તાનુસાર બોલાયા હતાં. મગફળીની ખરીદી માટે સ્થાનિક વેપારીઓ ઉપરાંત તામિલનાડુના વેપારીઓ પણ ખૂબ રસ દાખવી રહ્યાં છે. આજે યોજાયેલી હરરાજીમાં પરપ્રાંતિય વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવનાઓને ધ્યાનમાં રાખી લસણ, મરચા, તલ અને મગફળીની નવી આવક હંમાગી ધોરણે બંધ રાખવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular